ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતનો આજથી શુભારંભ થયો
આજે બુધવારે અષાઢ સુદ અગિયારસ દેવની એકાદશીના દિવસથી બાળાઓ ના પ્રિયવ્રત ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો. આ વ્રત માટે બાળાઓ થોડાક દિવસો પહેલા માટીનુ એક નવું કૂંડુ લાવી તેમાં ખેતરની માટી ભરી તેમાં પાંચ જાતના તેમાં પાંચ જાતના ધાન્ય ઉમેરી જવારા ઉગાડે છે, અને અષાઢ સુદ અગિયારસના દિવસ થી તેનું પૂજન શરૂ કરે છે.
આ દિવસો દરમિયાન બાળાઓ વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનના મંદિર આગળ જવારા મુકી તેની પૂજા-અર્ચના કરે છે. એક ટાઈમ જમે છે તથા શિવ મંદિર તથા અન્ય મંદિરોએ દર્શને જાય છે. આસપાસમાં મંદિરો બગીચા વગેરે સ્થળોએ ફરવા જાય છે અને છેલ્લા દિવસની ઉજવણી જાગરણ કરીને કરે છે.