ગૌહર લગ્નમાં આમંત્રિત કરશે, તો હું ચોક્કસથી જઈશ : કુશાલ
મુંબઈ: છેલ્લે સીરિયલ બેહદમાં જાેવા મળેલા ટીવી એક્ટર કુશાલ ટંડને હાલમાં બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. એક્ટરે તેની એક્સ-ગર્લફ્રેન્ડ ગૌહર ખાનના નિકાહમાં જવા વિશે, તેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે તેમજ તે પોતે ક્યારે લગ્ન કરશે તે અંગે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. હા, હું તેના સંપર્કમાં છું અને હું ખુશ છું કે તે લગ્ન કરવાની છે. ભગવાન તેને આશીર્વાદ આપે. જાે તે મને તેના લગ્નમાં આમંત્રિત કરશે, તો હું ચોક્કસથી થઈશ. પરંતુ મને લાગે છે કે તે સમયે હું શૂટિંગ કરતો હોઈશ.
તેથી હું તેના લગ્નમાં હાજરી આપી શકીશ કે નહીં તે બાબતે ચોક્કસ નથી. હું નથી જાણતો. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું પણ લગ્ન કરી લઈશ. હાલ તો, મારી જીવનસાથી ક્યાં છે તેની પણ મને ખબર નથી. મને આશા છે કે, જ્યારે તે મને મળશે, તે સારા દિલની હશે. ના જરાય નહીં. હું બીજા પ્રોજેક્ટ કરી રહ્યો હતો. આ સિવાય ‘બેહદ’ ફ્રેન્ચાઈઝી છે અને નવી સીઝન માટે અલગ લીડ એક્ટર્સને લેવામાં આવે તે સામાન્ય છે.
મને તેની સાથે કોઈ સમસ્યા નથી. મને મેકર્સ સાથે ફરીથી કામ કરવાનું ગમશે. ના, હું શૂટિંગમાં વ્યસ્ત છું. તેથી મારી પાસે ટીવી શો જાેવાનો સમય નથી. હું સતત કામ કરી રહ્યો છું. સારું ખાઈ રહ્યો છું. મારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છું અને અંદરથી ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, ગૌહર અને કુશાલ વચ્ચે બિગ બોસ ૭ દરમિયાન મિત્રતા બંધાઈ હતી અને બાદમાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
બંનેના ફેન્સ તેમને પ્રેમથી ગૌશાલ કહીને બોલાવતા હતા. બંને ૧ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે સગાઈ કરી લીધી હોવાની પણ ચર્ચા હતી. જાે કે, અચાનક જ તેમનું બ્રેકઅપ થયું હોવાના ન્યૂઝ છવાઈ ગયા હતા.