Western Times News

Gujarati News

ગૌહર ૨૪ ડિસેમ્બરે ઝૈદ સાથે લગ્ન કરે તેવી ચર્ચા

મુંબઈ: થોડા દિવસો પહેલા એવું જાણવા મળ્યું હતું કે ગૌહર ખાન આ વર્ષે નવેમ્બરમાં ઈસ્માઈલ દરબારના દીકરા ઝૈદ દરબારની સાથે લગ્ન કરવાની છે. પણ, જ્યારે આ વિશે ગૌહર ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટરીતે ના પાડી હતી. પણ, હવે એવા સમાચાર જાણવા મળી રહ્યા છે કે ગૌહર ખાન અને ઝૈદ દરબાર તારીખ ૨૪ ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. સ્પોટબોયના રિપોર્ટ મુજબ ગૌહર ખાનના તારીખ ૨૪ ડિસેમ્બરે લગ્ન છે અને તમામ ફંક્શન્સ મુંબઈની એક હોટેલમાં આયોજિત કરવામાં આવશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ લગ્નની રસમ ૨ દિવસ સુધી ચાલશે. ‘બિગ બોસ ૧૪’માંથી ઘરે પરત આવ્યા પછી ગૌહર ખાન અને ઝૈદ દરબાર સાથે ગોવામાં રજા માણવા ગયા હતા. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેઓ બંને પ્રી-વેડિંગ શૂટ માટે ગોવા ગયા હતા. જ્યારે હાલમાં જ ઝૈદના પિતા ઈસ્માઈલ દરબારે કહ્યું હતું કે ગૌહર અમારી સાથે લગભગ ૪ કલાક રહી અને અમે સાથે બિરયાની જમ્યા હતા. મારા દીકરા ઝૈદે જણાવ્યું કે તે અને ગૌહર એકબીજા માટે ગંભીર છે. મને પણ આ સંબંધથી કોઈ સમસ્યા નથી.

હા પણ એક પિતા તરીકે મેં ઝૈદને કહ્યું કે તે તારા કરતા ઉંમરમાં ૫ વર્ષ મોટી છે. લગ્ન પહેલા વિચારી લો કે શું આ સાચો પ્રેમ છે? જ્યારે ઝૈદ અને ગૌહરના લગ્નને લઈને ઝૈદની માતા આયશાએ કહ્યું હતું કે અમે હજુ સુધી લગ્નને લઈને કોઈ વાત કરી નથી. પણ હા, ઝૈદ અને ગૌહર કાલે અથવા ૬ મહિના પછી લગ્નની તારીખ નક્કી કરે તો અમે તે માટે તૈયાર છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.