ગૌ- હત્યારી ગેંગના સભ્યોને ઝડપી પાડી રીમાન્ડ મેળવતી પંચમહાલ પોલીસ
ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગેંગના સભ્યોને ઝડપી પાડી વડોદરા કોર્ટમાં રજુ કરી સાતના રીમાન્ડ મેળવતી પંચમહાલ પોલીસ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ની ગૌ- હત્યારી ટોળકી વિરૂધ્ધ ગુજસીકોટ મુજબ નો ગુનો નોંધાયા બાદ ઝડપાયેલા તમામ શખ્સો સાત દિવસ ના પોલીસ રીમાન્ડ પર છે જે શખ્સો પૈકીના શબ્બીર યાકુબ હયાત સામે કુલ ૨૫ જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું
જયારે અન્ય આરોપીઓ સામે પણ ચાર થી વધુ ગુના પોલીસે ચોપડે નોંધાયેલા હોવાનું તપાસ અધિકારી એ જણાવ્યું હતું હાલ તમામ ની પુછપરછો ચાલુ છે.
છેલ્લા કેટલાક સમયથી ગોધરા પંચમહાલ જીલ્લા ખાતે તેમજ તેની આસપાસના જીલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ સક્રિય થયેલ હતી કે જે પોતાનો આર્થિક લાભ મેળવવા જુદા જુદા પ્રકારની પ્રવૃતિ કરતી હતી.આ ગેગના તમામ સભ્યો ગોધરા શહેરના રહેવાસીઓ છે.
અને તેમની આ ગેરકાયદેસર પ્રવૃતિ કોઇપણ ભોગે ચાલુ રાખવા માટે પ્રયત્નશીલ હતા જે માટે તેઓએ ઓર્ગેનાઇઝડ સીન્ડીકેટની ટોળકી બનાવી આમ જનતા ઉપર હુમલા કરી તેમને સીધી કે આડકતરી રીતે ડરાવી, ધમકાવી દમાણમાં રાખી તેમજ સરકારી કર્મચારીઓને તેમની ફરજ ન બજાવવા દેવા તેમના ઉપર ગેરકાયદેસર મારક હથિયાર ધારણ કરી જીવલેણ હુમલા કરેલ અને સરકારી તેમજ ખાનગી મિલકતને નુકશાન કરતા હતા.
અને કાયદો અને વ્યવસ્થા વિક્ષેપિત કરી આવી આતંકી પ્રવૃતિ આચરી સમાજમાં પોતાની ગેગના નામનો ભય ફેલાવી તેમની ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃતિ છેલ્લા દશેક વર્ષથી આજદિન સુધી ચાલુ રાખેલ હતી
જેને લઈ પોલીસે ગેંગનો આંતક દુર કરવા ૯ પૈકી છ આરોપી ની ધરપકડ કરી ગુજસીકોટ મુજબ ફરિયાદ નોંધી વડોદરા કોર્ટમાં રજૂ કરી સાત દિવસ ના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી હતી જેમાં શબ્બીર યાકુબ હયાત રહે, ઇદગાહ મહોલ્લા, સામે ૨૫ જેટલા ગુના નોંધાયેલા છે
(૨) મૌબીન તૈયબ હયાત રહે, ઇદગાહ મહોલ્લા સામે ૧૩ ગુના (૩) યાકુબ ઇશાક દાંત રહેવાસીઃ- ઇદગાહ મહોલ્લા સામે ૦૬ (૪) શબ્બીર અબ્દુલ રબ દાવ સામે-૦૮ મુઝફર શબ્બીર અબ્દુલરબ દાવ સામે ૦૫ ગુના અસરફ શબ્બીર અબ્દુલરબ દાવ સામે ૦૪ ગુના પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું તપાસ અધિકારી એ જણાવ્યું હતું પુછપરછ દરમ્યાન આ ટોળકીમાં સંડોવાયેલ અન્ય સાગરીતો બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.*