ગ્રામ્ય કક્ષાએ ડીઝીટલ ટ્રાન્જેકશનનો વ્યાપ વધારાયો

સાબરકાંઠા બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થઇ ૧૦૦% વસુલાત કરનાર સેવા મંડળીઓના ચેરમેન-પ્રતિનિધિઓને સન્માન્યા
(તસ્વીર ઃ બકોર પટેલ, મોડાસા) સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન તેમજ લોક હૃદયમાં સ્થાન પામેલી ધી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગરની ૬૩મી વાર્ષિક સાધારણ સભા,સાબરડેરીના ઓડીટોરીયમમાં તા.૨૮-૬-૨૦૨૧ના રોજ બેંકના યુવા અને ઉત્સાહી ચેરમેન શ્રી મહેશભાઇ અમીચંદભાઇ પટેલના પ્રમુખ સ્થાને કોરોના મહામારીના કારણે રૂબરૂ યોજી શકાય તેમ ન હોઇ ડીઝીટલ માઘ્યમથી યોજાઇ.
આ પ્રસંગે વૈશ્વિક કોરોના મહામારીમાં પોતાનુ અમૂલ્ય જીવન ગુમાવનાર સૌ બાંધવો તથા બેંકના પુર્વ ડીરેકટશ્રીઓ તથા બેંક સ્ટાફના આત્માની શાંતિ માટે દરેકે જગ્યા ઉપર ઉભા થઇ બે મીનીટનુ મૌન રાખી સૌને શ્રધ્ધાજલી પાઠવી હતી.
આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સ્વાગત પ્રવચનમાં બેંકના ચેરમેનશ્રીએ બંને જીલ્લામાં સહકારી પ્રવૃત્તિએ કોરોના મહામારીમાં પણ સભાસદો ખેડૂતો સાથે ખભે ખભા મીલાવી આર્થિક પ્રવૃતિને સતત ચાલુ રાખી મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે.
ખેડૂતો દ્વારા પણ ૯૮.૬૦% ઉપરાંતની વસુલાત આપી બેંકને સક્ષમ બનાવવામાં ફાળો આપેલ છે તે બદલ ચેરમેનશ્રીએ બંને જિલ્લાના ધિરાણ લેતા ખેડૂત મિત્રો સભાસદોનો આભાર વ્યકત કરેલ. ભારત સરકારના ડીઝીટલ ઇન્ડીયાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા બેંક દ્વારા તમામ ડીઝીટલ બેંકીંગની સુવિધાઓ શરૂ કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાહકોને ઘરે બેંઠા બેકીંગ સુવિધા મળી રહેલ છે. જેના ભાગરૂપે ૪૦૦ ઉપરાંત જેટલા સહકાર સાથી બનાવી તેમને માઇક્રો એ.ટી.એમ.આપી ગ્રામ્ય કક્ષાએ ડીઝીટલ ટ્રાન્જેકશનનો વ્યાપ વધારવામાં આવી રહેલ છે. તાજેતરમાં બેંકને ઇન્ટરનેટ બેકીંગની સુવિધા માટે મંજુરી મળેલ છે
એટલે કોમર્શિયલ બેંકની જેમ તમામ સુવિધાઓ આપણી જિલ્લા બેંક પુરી પાડશે. આ પ્રસંગે સાબરકાંઠા -અરવલ્લી જિલ્લાના ૧૩ તાલુકાઓની જે તે તાલુકામાં સૌથી વધુ કે.સી.સી.ધીરાણ અને તેની ૧૦૦% વસુલાત કરનાર સેવા મંડળીઓના પ્રતિનિધિઓને બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડીરેક્ટર્સશ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ. તથા સૌથી વધુ ડીઝીટલ ટ્રાન્જેકશન કરનાર ૫ જેટલા સહકાર સાથી મિત્રોને પણ બેંકના બોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.
બેંકના ચીફ એક્ઝીક્યુટીવશ્રી એચ.પી.નાયક દ્વારા એજન્ડા ઉપરના તમામ કામો હાથ ધરાતા તમામ સભાસદોએ સર્વાનુમત્તે અનુમોદન આપતા સહકારીતાના અદભુત દર્શન થયાં હતાં. અંતમાં બેંકના માનનીય વાઈસ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ એન.ભાટીએ ડીઝીટલ માઘ્યમથી ઉપસ્થિત તમામ સભાસદો તથા સહકારી આગેવાનોનો આભાર માન્યો હતોॅ.*