Western Times News

Gujarati News

ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા પોતાની જાતમાં જ એક મહત્વપુર્ણ વ્યવસ્થા છે: વડાપ્રધાન

અમદાવાદ, ગુજરાતમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જાેવા મળ્યો હતો ૧૦ મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો યોજાયો હતો ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળ્યા હતાં ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર ઉમટી પડી હતી રસ્તો આખો ભાજપમય બન્યો હતો.

વડાપ્રધાન મોદી એરપોર્ટથી ભવ્ય રોડ શો કર્યા બાદ કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ અને અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.

અહી તેઓ સમગ્ર ગુજરાતના પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

સ્ટેજ પર હાજર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સંસદમા મારા સાથી સી.આર પાટીલ સંસદમાં મારા બાકી સાથી મિત્રો હસમુખ ભાઇ, નરહરી ભાઇ, કીરિટ ભાઇ, પંચાયતના અધ્યક્ષ બહેન નયનાજી અને વિશાળ સંખ્યામાં આવેલા લોકશાહીના મુળીયાઓને મજબુત કરનારા પંચ સરપંચ અને પંચાયતી રાજ વ્યવસ્થાના પ્રતિનિધિ ભાઇ બહેનો. સૌથી પહેલા તો તમને આદરપુર્વક હું નમસ્કાર કરૂ છું.

હું ગુજરાત સરકારનો આભારી છું કે, મને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સંપુર્ણ કડીના દરેક એકમના દર્શન કરવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ બાપુની ધરતી છે.

આ સરદાર વલ્લભભાઇ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આર્ત્મનિભર ગામની વાત સશક્ત અને સમર્થ ગામની વાત હંમેશા કહી હતી. અને એટલા માટે જ આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે બાપુના સ્વપ્નોને આપણે બધા પુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આઝાદીની લડાઇમાં જે સપનાઓ જાેઇને લોકોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું આપણે તે સપનાઓને સાકાર કરવા જાેઇએ. ગ્રામીણ વિકાસ પુજ્ય બાપુનું સૌથી મોટુ સપનું રહ્યું હતું. તેઓ લોકશાહીની શક્તિ પણ ગ્રામશક્તિમાં નિહાળતા હતા. એટલા માટે જ લોકશાહીમાં જેમને પણ વિશ્વાસ છે તેઓ તમામને સમર્પણભાવથી ગ્રામીણ તમામ વ્યવસ્થાઓને શક્તિપ્રદાન કરવું તેમનું સ્વાભાવિક કર્તવ્ય બની જાય છે. ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા પોતાની જાતમાં જ એક મહત્વપુર્ણ વ્યવસ્થા છે.

આ વ્યવસ્થાને દિશા આપવાનું કામ પરિવર્તન લાવવાનો સતત પ્રયાસ કરવાનું કામ, તેને ગતિ આપવાનું કામ તમે તમામ જનપ્રતિનિધિઓ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે પુજ્ય બાપુનું સ્વપ્ન પુર્ણ કરતા ગુજરાતની પંચાયતી રાજ વ્યવસ્થા, દેશની ગ્રામીણ વ્યવસ્થા સિમાચિન્હ અને પ્રેરક બનશે તેવો મને વિશ્વાસ છે.

કેમ છો બધા બધા? મારે પહેલા તો ગામડાના ભાઇઓને અભિનંદ આપવા છે. આટલો મોટો કોરોના દુનિયાના દરેક છેડેથી હૂમલો કરે અને બે વર્ષથી આખી માનવજાતને ચિંતામાં મુકી દીધી એ કોરોના ભારતના ગામડામાં પહોંચતા પહોંચતા તેના મોઢામાં ફીણા આવી ગયા.

કારણ જે જાગૃતિ કોરોનાની શરૂઆતમાં ગામડાઓએ બતાવી, જે રીતે ગામડાઓએ પોતાની સુજબુજ પ્રમાણે નિયમો બનાવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું. બહારતી આવનાારા લોકોને બહાર રાખવાની વ્યવસ્થા કરી તે ગુજરાતના અને દેશના ગામડાઓએ કોરોનાના કાળખંડમાં જે અદ્ભુત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં આ મહામારીને પ્રદેશમાં રોકી રાખવામાં ખુબ જ સફળતા મેળવી અને કામ પણ કર્યું. એટલે જ હું ગામડાના તમામ આગેવાનોને લાખ લાખ અભિનંદન આપુ છું.

આ જ રીતે આપણો નાનો ખેડૂત કોરોનાના સમયમાં પણ ખેતીના કામમાં પાછી પાની નથી કરી. ભારતના અન્નના ભંડાર ભરવામાં તેણે કોઇ કસર નથી છોડી. હું તમામ ખેડૂતોને વંદન કરૂ છું. આજે જ્યારે હું પંચાયતના તમામ સાથીઓને મળવા માટેની તક મળી છે.

તેમાં મોટા ભાગની બહેનો છે. અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે, કદાચ દેશના લોકોને ખબર નહી હોય કે ગુજરાતમાં પંચાયતનું પ્રતિનિધિત્વ પુરૂષો કરતા મહિલાઓ વધારો કરે છે. માતા બહેનોનું પ્રતિનિધિત્વ પુરૂષો કરતા પણ વધારે છે.

આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો વિચાર તમામ ગામડાઓએ વિકસાવ્યો છે. હું જ્યારે નાનો હતો ત્યારે મે આચાર્ય વિનોબાજીના પ્રવચનો વાંચ્યા હતા. એ વખતે મારા ગામમાં સર્વોદયની પ્રવૃતિ સાથે જાેડાયેલા દ્વારકાદાસ જાેશીના મુખે અનેક વાતો સાંભળી.

લોકસભાની ચૂંટણી થાય તો કાંઇ મુશ્કેલી ન પડે, વિધાનસભામાં બે પક્ષો સામસામે આવે ત્યારે વાંધો નહી પરંતુ ગામડામાં ચૂંટણી થાય અને બે પક્ષો સાસામે આવે ત્યારે મુશ્કેલી થાય છે. દિકરી સાસરેથી પાછી આવે, લોકો એખ બીજા સાથે બોલે નહી વેરના વાવેતર થાય.

વિનોબાજી કહેતા કે લોકશાહીની એવી ઉંચાઇ હોવી જાેઇએ કે, બધા સાથે મળીને પ્રતિનિધિ નક્કી કરે. ચૂંટણીની ગામડાઓમાં જરૂર નથી. ગામડાની એકતાથી જ સરપંચ ચુંટી લે છે અને ગામને સમરસ બનાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.