ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન
મોરબી, રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી ના થાય તેમજ ગ્રાહકને સુચારુરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત છે.ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર – 1800 – 233 – 0222 કાર્યરત છે જેનો ગ્રાહકોને ઉપયોગ કરવા રાજયના ગ્રાહક સુરક્ષા નિયામક દ્વારા જણાવાયું છે