ગ્રાહકોને સાયબર એટેકથી બચાવવા આ બેંકે બનાવી એનિમેશન ફિલ્મ
સોશિયલ મીડિયા અભિયાન ‘ઐસે સવાલ હમ નહીં પૂછતે’ આવશ્યક સાયબર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે-યસ બેંકનું સોશિયલ મીડિયા સીક્યોરિટી અભિયાન ગ્રાહકની વિગતોની સુરક્ષા કરવા ‘સહિયારી ભૂમિકા’ પર પ્રકાશ ફેંકે છે
સાયબર સીક્યોરિટી અવેરનેસ મંથ પ્રસ્તુત કરીને એમાં રમૂજી એનિમેટેડ ફિલ્મોની શ્રેણી દ્વારા સાયબર અપરાધીઓ અને ગ્રાહકો વચ્ચે નિષ્ફળ વ્યવહારો દર્શાવ્યાં છે
18 ઓક્ટોબર, 2021, મુંબઈ: જ્યારે દુનિયા આ ઓક્ટોબર મહિનો સાયબર સીક્યોરિટી અવેરનેસ મંથ (સાયબર સુરક્ષા જાગૃતિ માસ) તરીકે ઉજવી રહી છે, ત્યારે યસ બેંકએ સોશિયલ મીડિયા પર એનું સાયબર સીક્યોરિટી અભિયાન શરૂ કર્યું છે, જેમાં હેકર્સ અને સાયબર અપરાધીઓ સામે બેંક અને ગ્રાહક ડિજિટલ વ્યવહારોને સુરક્ષિત રાખવા અંગેની જાણકારી વહેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
થીમ ‘ઐસે સવાલ હમ નહીં પૂછતે’ ધરાવતું સોશિયલ મીડિયા અભિયાન છ એનિમેટેડ ટૂંકી રમૂજી પ્રસંગોની શ્રેણી ધરાવે છે, જેમાં હેકર્સ ગ્રાહકો પાસેથી પાસવર્ડ અને ઓટીપી જેવી પર્સનલ બેંકિંગ વિગતો મેળવવાનો પ્રયાસ કરે છેઃ તેમની સ્કીમ એટલે કે શંકાસ્પદ કોલ્સ, એસએમએસ અને ઇ-મેલની જાળમાં ફસાયા વિના ગ્રાહકો તેમની ઓનલાઇન સુરક્ષા માટે જોખમરૂપ આ સ્વરૂપો વિશે જાગૃત અને સાવચેત કેવી રીતે રહેવું એ દર્શાવે છે. આ અભિયાનના ભાગરૂપે રસપ્રદ, ઉપયોગી હકીકતોની જાણકારી આપવામાં આવી છે, જે ગ્રાહકનું ધ્યાન ડિજિટલ સુરક્ષા મજબૂત કરવા દોરે છે.
સામાન્ય રીતે ગ્રાહકોને સાયબર દુનિયામાં ચાલતા ગોટાળા અને ભ્રષ્ટાચાર સામે સુરક્ષિત રહેવા સતત નજર રાખવાનું કહેવાને બદલે બેંકએ ગ્રાહકની જાગૃતિ દર્શાવવા નવો અને સકારાત્મક અભિગમ અપનાવ્યો છે, જેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, બેંક ક્યારેય ગ્રાહકો પાસેથી તેમની પર્સનલ માહિતી માંગતી નથી.
અભિયાન બેંકના સાયબર સુરક્ષા પર કેન્દ્રિત કામગીરીનું એક્ષ્ટેન્શન છે, કારણ કે એના ગ્રાહકો સંપૂર્ણ ડિજિટલ વ્યવહારોમાં વધારો કરી રહ્યાં છે. તેઓ તમામ બેંકિંગ વ્યવહારો નહીં, પણ મોટા ભાગના વ્યવહારો ઓનલાઇન કરે છે.
આ અભિયાન વિશે યસ બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર જસ્નીત બાચાલે કહ્યું હતું કે, “હાલ ડિજિટાઇઝેશનના યુગમાં બેંકો સાયબર સુરક્ષાના મહત્વ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ અભિયાનનો પડકાર સાયબર સુરક્ષા સાથે સંબંધિત સંવાદને આગળ વધારવા નવી વિભાવના પ્રસ્તુત કરવાનો તથા ગ્રાહક અને બેંકને જાણકાર બનાવવાને બદલે સક્ષમ બનાવવાનો હતો.
આ અભિયાનમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, ગ્રાહકને તેમની માહિતી આપવાનું જોખમકારક લાગે ત્યારે તેઓ કહી શકે છે અને ઉચિત જવાબ આપી શકે છે. બેંકને આશા છે કે, ગ્રાહકો તેમની માહિતી અને નાણાકીય વ્યવહારોની સુરક્ષાની મહત્વપૂર્ણ ભૂમિકા વહેંચશે.”
મેકઆફીના ‘2021 કન્ઝ્યુમર સીક્યોરિટી માઇન્ડસેટ સર્વ’ મુજબ, જેમ ભારતીયો ઝડપથી ડિજિટલ વ્યવહારો અપનાવી રહ્યાં છે, ત્યારે તેઓ તેમની ડિજિટલ વિગતો સાથે સમાધાન થાય એ માટે વધારે જાગૃત થઈ રહ્યાં છે. યસ બેંકનું અભિયાન રોજિંદા વ્યવહારોમાં સુરક્ષાના જોખમોનું નિવારણ કરવા જાગૃતિ લાવવા પર કેન્દ્રિત છે. આ મહિનામાં બેંક માહિતી ધરાવતા શ્રેણીબદ્ધ સંચાર દ્વારા પહોંચીને ગ્રાહકોને અસરકારક રીતે સુરક્ષાલક્ષી જોખમો ઘટાડવામાં મદદરૂપ થાય છે.
આ અભિયાન કુલ 4 મિલિયનથી વધારે લોકો સુધી પહોંચ્યું છે, જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 2 મિલિયનથી વધારે લોકોએ જોયું છે તથા ગ્રાહકોએ નવીન અને ઉપયોગી અભિગમ માટે એની પ્રશંસા કરી છે.