ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન કરવા રેસ્ટોરન્ટ તરફથી ‘કોરોના જાગૃતિનો મેસેજ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનો કહેર હજુ યથાવત છે. ભારતમાં કેસ વધી રહ્યા છે તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટની સાથે સાથે ગામડાઓમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. લોકડાઉન ઉપછી અનલોકની શરૂઆત થઈ છે. લોકડાઉનમાં મોટાભાગનો સમય ઘરમાં જ પસાર થતો હોવાથી કોરોનાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ અનલોક-રમાં ઘરની બહાર નીકળતા વાસ્તવિક્તાનો ખ્યાલ લોકોને આવી રહ્યો છે. પોતાને કોરોના ન થાય એ માટે બહોળા પ્રમાણમાં નાગરીકો તકેદારી રાખતા થયા છે. મોંઢા પર માસ્ક- સેનિટાઈઝર અને થર્મલ ગન (તાવ માપવા) લગભગ બધે જાેવા મળી રહી છે. બજારમાં શો રૂમ કે દુકાનમાં પ્રવેશો કે તરત જ તમારૂ સ્વાગત આ તમામ વસ્તુઓથી થાય છે.
ટૂંકમાં કોરોનાના ડરને કારણે નાગરીકોમાં જાગૃતિ આવી ગઈ છે. નહીં તો સીધી રીતે કોઈને કહેવામાં આવે તો માસ્ક પહેરે ખરા!!? સતર બહાના બનાવે. પરંતુ કોરોનાના ફફડાટથી આ બધી અસર છે. જાે કે હજુ લોકોને ે વિશ્વાસ નથી આવતો, નાની દુકાનો-શો રૂમમાં થોડી ઘણી ખરીદી માટે જવા લાગ્યાછે. પણ મોલ્સમાં જતા નથી. ઓનલાઈન ખરીદીમાં તેજી આવી છે. વળી, ઓનલાઈન’ ચીજવસ્તુઓ મોકલનાર અને લેનારા બંન્ને કાળજી લઈ રહ્યા છે.
ખાસ કરીને ઓનલાઈન ફૂડ મંગાવવાની શરૂઆત થઈ છે તેમાં પીત્ઝાની સાથે સાથે તૈયાર લંચના પેકેટની ઓફિસોમાં માંગ વધી રહી છેે. આમ, તો મોટેભાગે ઓફિસોમાં કામ કરનારા ટીફીન લઈને આવતા હોય છે. પરંતુ એક વર્ગ એવો પણ છે કે વહેલા કામધંધે નીકળી જાય છે. તેઓ તૈયાર પેક લંચ મંગાવે છે.
રેસ્ટોરન્ટવાળા પણ ગ્રાહકોને વિશ્વાસ બેસે તે માટે લંચ બનાવનાર કૂક, લંચ પેક કરનાર અને લંચની ડીલીવરી લઈને આવનારાના ટેમ્પરેચરની ચબરખી બીલ જાેડે એટેચ કરે છે. જેમાં કોને કેટલું ટેમ્પરેચર હતુ તેનો ઉલ્લેખ કર્યો હોય છે. ઓફિશ્યલ આ વિગત લખવામાં આવતી હોવાથી ‘પેક લંચ’ માટે ઓર્ડર કરનાર વ્યક્તિને હાશકારો થાય છે. લંચ બનાવનારથી લઈને તમમા સ્તરે કોઈને કોરોનાની અસર નથી તેનો ખ્યાલ આવી જાય છે. પેકે લંચ લઈને આવનાર વ્યક્તિને પણ કશું નથી એ જાણ્યા પછી મનગમતું ભોજન કરવાની મજા આવતી હોય છે.
અમદાવાદની ઘણી રેસ્ટોરન્ટોએ આ પ્રકારની પધ્ધતિને અમલમાં મુકી રહી છે. જેને કારણે લચ ખાનાર વ્યક્તિ નિશ્ચિત થઈને જમવાની મજા લે છે. તો રેસ્ટોરન્ટ પણ ગ્રાહકોને તેમના પ્રત્યેનો વિશ્વાસ અટલ રહે તેનાથી ખુશ થઈ જાય છે.
કોરોનાના સમયમાં ગ્રાહકો-વેપારીઓ વચ્ચે જાગૃતતાની જરૂર છે. અને સેફટીના નિયમો જળવાશે તો જ બજારમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ થશે અને બજારમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ થશે તો ધંધા-પાણી ધમધમી ઉઠશે તેના માટે કડવા થવુ પડે તો પણ તે જરૂરી છે. સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે વેપારીઓએ જરૂર જણાય તો ગ્રાહકને બે શબ્દો કહેવા પડશે. તો જ દુકાનો-મોલ્સ-શાૅ રૂમમાં ધરાકો આવશે.