ગ્રાહકો બેંકની શાખાની મુલાકાત લીધા વિના એસબીઆઈમાં નવું સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે
એસબીઆઈએ એની યોનો મોબાઇલ બેંકિંગ એપ પર કોન્ટેક્ટલેસ અને પેપરલેસ ઓનલાઇન એકાઉન્ટ ખોલાવવાની સુવિધા પૂરી પાડી-
SBIએ યોનો મારફતે વીડિયો KYC આધારિત સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા શરૂ કરી
મુંબઈ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એની મોબાઇલ બેંકિંગ એપ – યોના પર વીડિયો કેવાયસી આધારિત એકાઉન્ટ ખોલવાની સુવિધા પ્રસ્તુત કરી છે. આ સુવિધા ગ્રાહકોને બેંકની શાખાની મુલાકાત લીધા વિના એસબીઆઈમાં એકાઉન્ટ ખોલાવવા માટે મદદરૂપ થશે. આ ડિજિટલ પહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીની મદદથી શરૂ કરવામં આવી છે, જે કોન્ટેક્ટલેસ અને પેપરલેસ પ્રક્રિયા છે.
આ વીડિયો કેવાયસી સુવિધા એસબીઆઈમાં નવું સેવિંગ એકાઉન્ટ ખોલાવવા ઇચ્છતાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. આ નવી સુવિધાનો લાભ લેવા વ્યક્તિને યોનો એપ ડાઉનલોડ કરવાની, ‘ન્યૂ ટૂ એસબીઆઈ’ પર ક્લિક કરવાની અને ‘ઇન્સ્ટાપ્લસ સેવિંગ્સ એકાઉન્ટ’ સિલેક્ટ કરવાની જરૂર પડશે.
તેમણે એપમાં તેમના આધારની વિગત એન્ટર કરવાની રહેશે અને એકવાર આધાર ઓથેન્ટિફિકેશન પૂર્ણ થતા તેમને પર્સનલ ડિટેલ પર ઇનપુટ મળશે અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા વીડિયો કોલ કરવાનો સમય મળશે. વીડિયો કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થતા એકાઉન્ટ ઓટોમેટિક ખુલી જશે.
એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમને સેવિંગ્સ બેંક એકાઉન્ટ ઓનલાઇન ખોલવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે, જે હાલ રોગચાળાની સ્થિતિમાં અતિ જરૂરી છે. આ ગ્રાહકોની સલામતી, નાણાકીય સુરક્ષા અને વાજબી ખર્ચ સુનિશ્ચિત કરવા એક વધુ પગલું છે. અમારું માનવું છે કે, આ પહેલ મોબાઇલ બેંકિંગમાં એક નવું પાસું ઉમેરશે તથા ગ્રાહકોને તેમની બેંકિંગ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. આ ડિજિટલ ઇન્ડિયા પ્રત્યે અમારી કટિબદ્ધતાનો વધુ એક પુરાવો છે.”
યોનો નવેમ્બર, 2017માં લોંચ થયા પછી અત્યાર સુધી 80 મિલિયન ડાઉનલોડિંગ અને 37 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ યુઝર્સ સાથે ગ્રાહકો વચ્ચે જબરદસ્ત સ્વીકાર્ય બની છે. એસબીઆઈએ યોનો પ્લેટફોર્મ પર 20થી વધારે કેટેગરીઓમાં 100 ઇ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે. આ પ્લેટફોર્મ પર અન્ય પહેલોમાં યોનો કૃષિ, યોનો કેશ અને પીએપીએલ સામેલ છે. ભવિષ્યમાં વધારે સુવિધાઓ ઉમેરાશે.