ગ્રાહક હવે એક દિવસમાં ૫ લાખથી વધારેના ટ્રાંજેક્શન કરી શકશે
મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫ લાખથી વધારેના ટ્રાંજેક્સન કરી શકશે.
આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન બેંકીંગના માધ્યમથી કે પછી ક્યાંયથી કોઈ પણ જગ્યાએ પૈસા મોકલી શકાય છે. પણ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતમાં જાેઈએ તો, ઓનલાઈન બેંકીંગથી પૈસા ટ્રાંસફર કરવામાં પણ ત્રણ રીત છે. જે દ્વારા આરીટીજીએસનું નામ શામેલ છે.
IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જાે સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાં પણ ક્યારેય પણ પૈસા મોકલી શકાય છે.તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને ૨૪ કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેકન્ડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો.HS