ગ્રીનવુડ રીસોર્ટનાં મેનેજર ગ્રાહકો પાસેથી બારોબાર ૧૭ લાખ મેળવી રફુચક્કર
સોલા પોલીસમાં અધિકારીએ ફરીયાદ નોંધાવીઃ એક ટીમ રાજસ્થાન જવા સજ્જ |
અમદાવાદ : શહેરનાં ખૂબ જ પ્રખ્યાત એવાં ગ્રીનવુડ રીસોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતો એક શખ્સ દસથી વધુ ગ્રાહકો પાસેથી પ્રોગ્રામનાં રૂપિયા બારોબાર ઊઘરાવી રાતોરાત નોકરી છોડી જતાં રૂપિયા ૧૭ લાખની છેતરપિંડીની ફરીયાદ સોલા પોલીસે નોંધી છે. અધિકારીઓ દ્વારા મેનેજર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જા કે તે નિષ્ફળ જતજાં તપાસ કરાતાં સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ થયો છે.
આ અંગેની ફરીયાદમાં ગ્રીનવુડ રીસોર્ટનાં મેનેજીંગ ડિરેક્ટર ભરતભાઈ લેખીએ જણાવ્યું છે કે મૂળ રાજસ્થાન જયપુરનાં જાતબારીની કુમાવત કોલોનીમાં રહેતાં કિશન પ્રેમનારાયણ સોમાણી બે ત્રણ વર્ષથી રીસોર્ટમાં બિઝનેસ તથા ઓપરેશન જાવાનું કામકાજ કરતાં હતા.
કેટલાંક સમય અગાઊ કિશન અચાનક જ કોઈને જાણ કર્યા વગર રીસોર્ટ છોડીને જતાં રહ્યા હતાં. રાતોરાત કિશન ગાયબ થતાં અધિકારીઓ ગભરાયા હતા અને તેમની શોધખોળ તથા સંપર્કનો પ્રયત્ન કર્યાે હતો.
જા કે તેમાં નિષ્ફળતા મળી હતી. બીજી તરફ રીસોર્ટનાં હિસાબો તપાસતાં તેમાંથી લેણી રકમ માટે ગ્રાહકોને ફોન કરવામાં આવ્યા હતા.
જાકે તમામ ગ્રાહકોએ પોતે ચેક અથવા રોકડ કે અન્ય રીતે પૂરી રકમ કિશનને આપી દીધી હોવાનું જણાવ્યું હતું. ચાલાક કિશને કંપનીના લેટર પેડ તથા અન્ય દસ્તાવેજાનો ઊપયોગ કરી તમામ ગ્રાહકોને આ રકમની પહોંચો પણ આપી હતી. જા કે ગ્રાહકો પાસેથી મળેલી રકમ પોતો ચાંઉ કરી ગયો હતો. જેની જાણ કોઈને થવા દીધી નહતી.
ચોંકી ઊઠેલાં અધિકારીઓએ રીસોર્ટમાં પ્રોગ્રામ કરી ચૂકેલાં અન્ય ગ્રાહકોનો સંપર્ક કરતાં દસથી વધુ ગ્રાહકો પાસેથી આશરે ૧૭ સત્તર લાખ જેટલી રકમ કિશને બારોબાર મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત જેમાં હિસાબો રાખવામાં આવતાં હતા એ લેપટોપ પણ કિશન પોતાની સાથે લઈ ગયો હતો.
જેથી રીસોર્ટનાં મેનેજીંગ ડિરેક્ટરે આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં કિશન વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી છે.