Western Times News

Gujarati News

ગ્રીન્કો ગ્રૂપનું પ્રથમ ડેડિકેટેડ કાર્ગો વિમાન 1000 મોટા મેડિકલ ગ્રેડના ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ સાથે ભારત પહોંચ્યું

હૈદરાબાદ, ભારતની સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી ગ્રૂપમાં સામેલ હૈદરાબાદના ગ્રીન્કો ગ્રૂપે ભારતમાં હાલ અતિ જરૂરી ઓક્સિજન સપોર્ટ સિસ્ટમને લાવવા આંતરરાષ્ટ્રીય સપ્લાય નેટવર્ક સ્થાપિત કર્યું છે તેમજ સ્થાનિક સ્તરે વહેલામાં વહેલી તકે ઓક્સિજનનો પુરવઠો પ્રદાન કરવા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

એના પાંચ ડેડિકેટેડ કાર્ગો વિમાન પૈકીનું પ્રથમ વિમાન આજે હૈદરાબાદમાં 200 મોટા મેડિકલ ગ્રેડ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ સાથે પહોંચ્યું હતું. આ દરેક કોન્સેન્ટ્રેટર્સની ક્ષમતા મિનિટદીઠ 10 લિટર છે, જે કોરોનાવાયરસના ઇન્ફેક્શનની જીવલેણ બીજી લહેર સામે ભારતની લડાઈમાં ઉપયોગી પુરવાર થશે.

તેલંગાણાના મ્યુનિસિપલ વહીવટ અને શહેરી વિકાસ, ઉદ્યોગ અને આઇટી એન્ડ ઇએન્ડસીના આદરણીય મંત્રી શ્રી કે ટી રામારાવે મુખ્ય સચિવ સોમેશ કુમારે રાજ્ય સરકાર તરફથી ફ્લાઇટને આવકારી હતી. ગ્રીન્કોના સહ-થાપકો શ્રી અનિલ ચલામલાસેટ્ટી અને શ્રી મહેશ કોલિવેરી પણ પ્રથમ ફ્લાઇટના આગમન માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યાં હતાં.

ગ્રીન્કો ગ્રૂપના એમડી અને સીઇઓ શ્રી અનિલ ચલમલાસેટ્ટીએ આજે એરપોર્ટ પર ગ્રીન્કો ગ્રૂપની યોજના વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે છેલ્લાં બે અઠવાડિયાઓમાં મજબૂત આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન સ્થાપિત કરી છે, જેના ભાગરૂપે પાંચ ડેડિકેટેડ કાર્ગો પ્લેન પૈકીનું એક આવી ગયું છે.

આગામી 5 દિવસમાં વધુ ચાર ડેડિકેટેડ વિમાન હૈદરાબાદ, બેંગાલુરુ અને નવી દિલ્હીમાં આવશે, જેમાં આ પ્રકારના 1000 મોટા મેડિકલ ગ્રેડના ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ હશે. આ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં દર્દીઓને પ્રી-આઇસીયુ સપોર્ટ અને પોસ્ટ-આઇસીયુ સ્ટેબિલાઇઝેશનમાં આપણી મેડિકલ ટીમોને મદદ કરશે તેમજ કોવિડની બીજી લહેર સામે લડવામાં મદદરૂપ છે, જેના પગલે આપણી હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ સિસ્ટમ પર અતિ ભારણ ઊભું થયું છે.

અમે દેશને મદદ કરવાની અમારી કામગીરી જાળવી રાખીશું તથા મહામારી સામે લડવા અમારા પ્રયાસો ચાલુ રાખીશું, જેથી ભારતીયો ફરી મુક્ત હવામાં શ્વાસ લઈ શકે.”

આદરણીય મંત્રી શ્રી કે ટી રામારાવે ગ્રીન્કોના સ્થાપકોને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “એક સરકાર, એક બિઝનેસ લીડર અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી સૌપ્રથમ પ્રાથમિકતા દર્દીઓને રાહત પ્રદાન કરવાની અને આ ઓક્સિજન કટોકટીને ઉચિત અને તર્કબદ્ધ રીતે હળવી કરવાની છે. આપણે આ પ્રયાસો થકી આપણને મદદ કરવા બદલ ગ્રીન્કો ગ્રૂપના આભારી છીએ.”

આ ઉપરાંત મધ્ય પૂર્વમાંથી 1000 મોટા ઓક્સિજન સીલિન્ડર આગામી અઠવાડિયામાં ભારત પહોંચશે, જે દરેકની ક્ષમતા 50 લિટર છે. આ સિસ્ટમ હાલ હોસ્પિટલ્સ, હેલ્થકેર યુનિટ્સ અને મોબાઇલ યુનિટ્સમાં સ્ટેશનરી યુનિટ તરીકે સ્થાપિત થશે, જે ઓક્સિજનથી વંચિત દર્દીઓની વધારાની જરૂરિયાત પૂર્ણ કરશે.

ભારતમાં સૌથી મોટી ક્લીન એનર્જી કંપનીઓ પૈકીની એક ગ્રીન્કો ગ્રૂપે રાજદ્વારી, ભૂરાજકીય અને લોજિસ્ટિકલ ચેનલ્સનો ઉપયોગ કરીને વિશ્વસનિય અને મધ્યમ ગાળાની સપ્લાય ચેઇન સ્થાપિત કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ભારતમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, ઓક્સિજન સીલિન્ડર સહિત આવશ્યક પુરવઠો સતત જળવાઈ રહે.

શ્રી અનિલ ચલામલાસેટ્ટીએ ઉમેર્યું હતું કે, “એક દેશ તરીકે આપણે સહાય/ડોનેશન તરીકે મહત્વપૂર્ણ નાણાકીય અને બિનનાણાકીય સપોર્ટ મેળવવા બદલ ભાગ્યશાળી છીએ, પણ આપણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઉપકરણ અને સપ્લાયના મિશન માટે મજબૂત સપ્લાય ચેઇન સ્થાપિત કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

અમે ગ્રીન્કો ગ્રૂપમાં આ સપ્લાય ચેઇન સ્થાપિત કરી છે, જે 5,000થી વધારે કોન્સેન્ટ્રેટર્સ અને સીલિન્ડર્સની સતત ડિલિવરી કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતને મહામારી સામે લડવામાં મદદરૂપ થશે અને ફરી આપણે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનનો પુરવઠો ધરાવીશું એવી આશા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.