Western Times News

Gujarati News

ગ્રીન કન્સ્ટ્રક્શન આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2050 સુધીમાં 84 ગિગાટન જેટલા કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટાડવાની સંભવિતતા

IIFL હોમ ફાઇનાન્સે એફોર્ડેબલ ગ્રીન હાઉસિંગ માટે ભારતની પ્રથમ હેન્ડબુક પ્રસ્તુત કરી

ભારતની અગ્રણી હોમ લોન કંપની આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સે ઉપભોક્તા, બિલ્ડર્સ અને કન્સ્ટ્રક્શન ઇકોસિસ્ટમને ગ્રીન હોમ્સનું નિર્માણ કરવા માટે સ્પષ્ટ માળખા સાથે ભારતની પ્રથમ હેન્ડબુક પ્રસ્તુત કરી છે.

આ હેન્ડબુકનો વિચાર આઇઆઇએફએલએ કર્યો હતો અને પ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી અશોક લાલે તાજેતરમાં એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રસ્તુત કરી હતી, જેમાં ઉદ્યોગની નિયમનકારી સંસ્થા, કોર્પોરેટ, ફંડ અને સામાજિક રીતે જવાબદાર હાઉસિંગ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની નિયમનકારક સંસ્થા નેશનલ હાઉસિંગ બેંકના એમડી શ્રી એસ કે હોતાએ કહ્યું કે, “અત્યારે રહેણાક મકાન અને ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગ્રીન બિલ્ડિંગ્સનું નિર્માણ કરવાની તાતી જરૂર છે. એક ખોટી ધારણા પેસી ગઈ છે કે, ગ્રીન હાઉસિંગ પ્રીમિયમ સેગમેન્ટ માટે જ છે અને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ માટે વ્યવહારિક નથી.”

આઇઆઇએફએલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન શ્રી એસ શ્રીધરે કહ્યું હતું કે, “અમારું વિઝન સસ્ટેઇનેબલ હાઉસિંગને મુખ્ય પ્રવાહમાં લાવવાનું છે અને સસ્ટેઇનેબલ હાઉસિંગ દ્વારા અમે ભારતમાં ગ્રીન એફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવા માંગીએ છીએ.”

ભારતમાં ગ્રીન હાઉસિંગ મારફતે આ સેગમેન્ટના પથપ્રદર્શક તથા આ પુસ્તક પાછળનું પ્રેરકબળ સમાન આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સના સીઇઓ શ્રી મોનુ રાત્રાએ કહ્યું હતું કે, “પુસ્તકો હંમેશા ઉપયોગી છે અને આ હેન્ડબુક ભારતમાં સસ્ટેઇનેબેલ એફોર્ડેબલ હાઉસિંગ માટે અમારું પ્રદાન છે.”

આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સે ‘કુટુમ્બ’ દ્વારા ભારતમાં એફોર્ડેબલ ગ્રીન હાઉસિંગના વિચારને આગળ વધાર્યો છે તથા ધિરાણ, ટેકનિકલ જાણકારીની સમસ્યાનું સમાધાન કર્યું છે તેમજ સમાધાન માટે સામાન્ય મંચ ઊભો કર્યો છે. કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાના તથા લાંબા ગાળે આબોહવામાં પરિવર્તનમાં સકારાત્મક રીતે ટેકો આપવાના

ઇરાદા સાથે આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ ‘ગ્રીન વેલ્યુ પાર્ટનર’ની અતિ કુશળ ટેકનિકલ ટીમ દ્વારા પ્રોજેક્ટની વિભાવનાથી ડિલિવરી સુધી ટેકો પ્રદાન કરે છે. એક અબજથી વધારે વસતીની મકાનની જરૂરિયાતનો વિચાર કરીને ગ્રીન એફોર્ડેબલ હાઉસિંગ આબોહવામાં કટોકટી નિવારવાનો એકમાત્ર માર્ગ છે, જે સામાજિક અસર સુનિશ્ચિત કરશે.

આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સના પ્રયાસોની પ્રશંસા કરીને એડીબીના સીનિયર સ્પેશિયાલિસ્ટ, પ્રાઇવેટ સેક્ટર ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટશન્સ, સાઉથ એશિયા સુસાન ઓલ્સને કહ્યું હતું કે, “આપણે આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ જેવી વધારે કંપનીની જરૂર છે, જે ગ્રીન એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણને ટેકો આપવાનું વિઝન ધરાવે છે.”

રોકાણ આકર્ષવા અને આબોહવાલક્ષી કામગીરીને ટેકો આપવા ગ્રીન હાઉસિંગ

દુનિયાભરમાં આબોહવાલક્ષી કામગીરી પર ધ્યાન વધી રહ્યું હોવાથી વિશ્વની ધિરાણ સંસ્થાઓ અને ફંડ તેમની ધિરાણ અને રોકાણની સ્ટ્રેટેજી નવેસરથી બનાવે છે તથા પર્યાવરણને અનુકૂળ અભિગમ ધરાવતા વ્યવસાયોને વધારે ફંડ ફાળવે છે.

સીડીસી ગ્રૂપના સાઉથ એશિયાના એમડી અને હેડ શ્રી એન શ્રીનિવાસને કહ્યું હતું કે, “જો આપણે ગ્રીન એજન્ડાનું પાલન નહીં કરીએ, તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દેશમાં રોકાણ નહીં કરે.”

શ્રી શ્રીનિવાસનના અભિપ્રાય સાથે સંમત થઈને આઇઆઇએફએલ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન શ્રી નિર્મલ જૈને કહ્યું હતું કે, “જો ખાનગી ક્ષેત્ર ભારતમાં ગ્રીન અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરશે, તો રોકાણ ઓટોમેટિક મળશે અને એમાં હાઉસિંગ મોટો હિસ્સો મેળવશે.”

આ સંદર્ભમાં હાઉસિંગ ક્ષેત્રની ભૂમિકા અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે નિર્માણ ઉદ્યોગ નોન-રિન્યૂએબલ સંસાધનોનો સૌથી મોટો વપરાશકર્તા ઉદ્યોગો પૈકીનો એક છે. નિર્માણ પૂર્ણ થયા પછી પણ મોટા ભાગની બિલ્ડિંગ કાર્બન ડાયોકસાઇડ (CO2)નું મોટા પાયે ઉત્સર્જન કરે છે. ભારતમાં બિલ્ડિંગ્સ ભારતની વીજળીના વપરાશમાં 30 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે તથા વર્ષ 2030 સુધીમાં ભારતમાં અસ્તિત્વ ધરાવનારી બે-તૃતિયાંશ બિલ્ડિંગોનું નિર્માણ હજુ બાકી છે. ફ્લોર સ્પેસમાં આ વૃદ્ધિનો વિચાર કરીએ તો ગ્રીન બિલ્ડિંગ્સનું નિર્માણ નોંધપાત્ર તક ધરાવે છે.

આઇઆઇએફએલ ફાઇનાન્સના એમડી શ્રી આર વેંકટરામને કહ્યું હતું કે, “આ કારણે ગ્રીન કન્સ્ટ્રક્શન મહત્વપૂર્ણ છે. ગ્રીન કન્સ્ટ્રક્શન આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2050 સુધીમાં 84 ગિગાટન જેટલા કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટાડવાની સંભવિતતા ધરાવે છે.”

ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવના સીઇઓ શ્રી સીઆન કિડનીએ કહ્યું હતું કે, “આપણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવા અને આબોહવામાં પરિવર્તનની અસરને ઘટાડવા પર્યાવરણમાં નિર્માણની કામગીરીની સમસ્યાનું સમાધાન કરવા ઉચિત લેબલિંગ સ્કેલ વધારવા, વિસ્તરણ કરવા, પ્રોત્સાહન આપવા અને સુનિશ્ચિત કરવાની જરૂર પડશે.”

સામાજિક અસર

ભારત જેવા મોટા અર્થતંત્ર માટે ગ્રીન બિલ્ડિંગ દેશમાં મોટા પાયે સામાજિક અસર કરશે, જ્યાં ‘તમામ માટે ઘર’ એક સામાજિક એજન્ડા છે. આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સનો ઉદ્દેશ સરકાર, ઔદ્યોગિક સંસ્થાઓ, બહુપક્ષીય સંસ્થાઓ અને સર્ટિફિકેશન સંસ્થાઓ સાથે કામ કરીને “તમામ માટે વાજબી ગ્રીન મકાન” સુનિશ્ચિત કરવાનો છે. આ બુક એ એજન્ડાને આગળ વધારવા માટે સંસાધનરૂપ છે.

સેપ્ટ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઓફિસના હેડ શ્રીમતી સેજલ પટેલે કહ્યું હતું કે, “જેમ આપણે ગ્રીન ફાઇનાન્સિંગ તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ અને વાત કરી રહ્યાં છીએ, તેમ એફોર્ડેબલ હાઉસિંગની પરિભાષાનો સમન્વય કરવો મહત્વપૂર્ણ છે અને આ માટે દેશમાં ઇડબલ્યુએસ અને એલઆઇજી (આર્થિક રીતે નબળા વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ) સુધી કેવી રીતે પહોંચવું એ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે.”

ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવનું ભારતમાં પ્રતિનિધિત્વ કરતાં શ્રીમતી નેહા કુમારે કહ્યું હતું કે, “નાણાં મંત્રાલયે ભારતમાં ગ્રીન એફોર્ડેબલ હાઉસિંગ વિકાસ માટે સસ્ટેઇનેબલ ફાઇનાન્સ ટાસ્ક ફોર્સ કાર્યરત કરી છે.”

મોટા પાયે ગ્રીન હાઉસિંગની સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા ઉચિત સર્ટિફિકેશન જરૂરી છે. ઘણા કોર્પોરેટ, સર્ટિફિકેશન એજન્સીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ આ દિશામાં કામ કરે છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) અને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસ્સમેન્ટ (જીઆરઆઇએચએ)નો ઉદ્દેશ વર્ષ 2025 સુધીમાં સસ્ટેઇનેબિલ પર્યાવરણમાં આંતરરાષ્ટ્રીય લીડર પૈકી એક તરીકે ભારતને સમાવવાનો તથા તમામ માટે સસ્ટેઇનેબિલ નિર્મિત પર્યાવરણને સક્ષમ બનાવવાનો છે.

આઇજીબીસીના ચેરમેન શ્રી વી સુરેશે કહ્યું હતું કે, “સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 હાંસલ કરવા અને એમાં પ્રદાન કરવા પર્યાવરણને અનુકૂળ રીતો અપનાવવી ભવિષ્યનો માર્ગ બની રહેશે.”

આ બુક પર એના લેખક અને પ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી અશોક બી લાલે કહ્યું હતું કે, “આ સતત પ્રગતિ કરતું કાર્ય છે અને ભારતમાં સસ્ટેઇનેબલ એફોર્ડેબલ હાઉસિંગ ડેવલપમેન્ટની દિશામાં આ ઉચિત શરૂઆત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.