ગ્રીન કાર્ડને લઇ ભારતવંશી ડોકટરોએ અમેરિકી સંસદ પર પ્રદર્શન કર્યું
વોશિંગ્ટન: અમેરિકામાં કામ કરનારા ભારતીય મૂળના ડોકટરોએ ગ્રીન કાર્ડ માટે અમેરિકી સંસદ કેપિટલ હિલની સામે પ્રદર્શન કર્યું હતું. તેમની માંગ હતી કે દોઢ સો વર્ષથી ચાલી રહેલ ગ્રીન કાર્ડ બેંકલોગને સમાપ્ત કરવામાં આવે આ સાથે જ સંસદ દેશોના આધાર પર બનાવવામાં આવેલ કવોટાને સમાપ્ત કરવા સંબંધી કાનુન પસાર કરે ગ્રીન કાર્ડ અમેરિકામાં પ્રવાસીઓને સ્થાયી રીતે રહેવાનો અધિકાર આપે છે.
એક સંયુકત નિવેદનમાં ભારતીય મૂળના ડોકટરોએ કહ્યું કે ૧૫૦ વર્ષથી ગ્રીન કાર્ડ બૈંકલોગ ચાલી રહ્યો છે કારણ કે તેમાં કવોટા નિર્ધારણની પ્રાચીન વ્યવસ્થા જ ચાલી રહી છે તેમાં કોઇ પણ દેશના પ્રવાસી સાત ટકાથી વધુ ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરી શકતા નથી ભારતની વસ્તી કરોડોની છે
આમ છતાં ભારત માટે ગ્રીન કાર્ડનો કવોટા નાના દેશ આઇસલેન્ડની બરાબર છે તેના મટે અમેરિકી સરકારે નિયમોમાં અસમાનતાને દુર કરવી જાેઇએ અમેરિકામાં કામ કરનાર આઇટી પ્રોફેશનલની પણ આજ સ્થિતિ બનેલ છે.પ્રદર્શનકારીઓની માંગ હતી કે કવોટા સમાપ્ત કરી પહેલા આવો પહેલા મેળવોની પધ્ધતિ પર જ ગ્રીન કાર્ડ આપવા જાેઇએ અમેરિકી સંસદ કેપિટલ હિલની સામે પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં અમેરિકામાં કામ કરનારા ભારતીય મૂળના ડોકટરો હાજર રહ્યાં હતાં અને તેમના હાથમાં પત્રિકાઓ અને બેનરો પણ હતાં