ગ્રેનેડ બ્લાસ્ટના પગલે યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા વધારાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/0209-Bhiloda-1.jpeg.jpg)
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે શનીવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસતંત્ર સહીત એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પોલીસે મૃતક યુવકના મીત્ર વિનોદ ઉર્ફે ભટ્ટો શકરાભાઈ ફણેજાની અટકાયત કરી સઘન પૂછપરછ હાથધરી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગ્રેનેડ બ્લાસ્ટ હોવાનું બહાર આવતા જ મંદીરની સુરક્ષામાં વધારો કરવા એસઆરપી ટીમ તૈનાત કરવા તાકીદ કરી છે.
ગોઢકુલ્લા ગામમાં રમેશ ફણેજા અને તેનો મીત્ર વીનોદ ફણેજા થોડા મહિના અગાઉ ગામ નજીક તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળતા ઘરે લઇ આવ્યા હતા હેન્ડ ગ્રેનેડ રમેશ ફણેજાના ઘરે મૂકી રાખ્યો હતો મૃતક યુવકે હેન્ડ ગ્રેનેડ સાથે ફોટોગ્રાફી પણ કરી હતી
શનિવારે ઘર નજીક રમેશ ફણેજા હેન્ડ ગ્રેનેડને સાંડસી વડે તોડાવા જતા પ્રચંડ બ્લાસ્ટ સાથે રમેશ ફણેજાના ફુરચેફુરચા ઉડી ગયા હતા તેની ગંભીર ઈજાગ્રસ્ત દોઢ વર્ષીય પુત્રીનું પણ અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બ્લાસ્ટના પગલે રેંજ આઈજી અભય ચુડાસમા પણ જન્માષ્ટમીએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
ભેદી બ્લાસ્ટની તપાસ જીલ્લા એસઓજીને સોંપી હતી એસઓજી તપાસમાં પ્રતિબંધિત અગ્નિશસ્ત્ર બોમ્બ હોવાનું અને આ આ હેન્ડગ્રેનેડ આર્મીમાં ઉપયોગમાં લેવાતા હોવાનું તપાસમાં ખુલતાં જ આ પ્રકરણે વધુ પ્રશ્નો સર્જાયા છે અને પ્રતિબંધિત જીવંત હેન્ડ ગ્રેનેડ આ અંતરીયાળ વિસ્તારમાં કયાં થી ? કેવી રીતે આવ્યો ?
તે રહસ્યનો ભેદ ઉકેલવા વધુ તપાસ રાજયની એટીએસ ટીમે હાથ ધરી છે.મૃતક યુવકના રાઈફલ્સ સાથેનો ફોટો પણ મળી આવતા રાઈફલ્સ સાથે ફોટો ક્યાં પડાવ્યો હતો તે રાઇફલ કોની હતી તે અંગે પણ ગુઢ રહસ્ય સર્જાયું છે .
અમદાવાદ એટીએસ ટીમ સહીત જીલ્લા પોલીસતંત્રની વીવીધ ટિમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહીત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથધરી હતી અને જે તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ લાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે એ તળાવમાં તપાસ માટે પાણી ઉલેચી અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થ કે હેન્ડ ગ્રેનેડ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશેનું સૂત્રો પાસેથી માહીતી પ્રાપ્ત થઇ હતી*