ગ્રેબિએલા બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી

મુંબઈ, બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સ પોતાના બોલ્ડ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેનું એક નવું ફોટોશૂટ હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટ વાયરલ થવાનું કારણ છે તેનો બોલ્ડ ડ્રેસ.
આ તસવીરોમાં ગ્રેબિએલા ગ્રીન કલરના બેકલેસ ટોપમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. તેનું ટોપ ખુબ શિમરી છે. જાે કે ટોપ કરતા પણ લોકનું ધ્યાન તેના પેન્ટની સ્ટાઈલ પર વધુ ગયું છે. કારણ કે આ પેન્ટ પહેરવા છતાં તેના અંડરગાર્મેન્ટ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે.
કેટલીક તસવીરોમાં ગ્રેબિએલા જાણી જાેઈને પોતાની સ્ટાઈલિશ પેન્ટી ફ્લોન્ટ કરતી જાેવા મળી છે. અત્રે જણાવવાનું કે ગ્રેબિએલા અને અર્જૂન રામપાલ છેલ્લા ૫ વર્ષથી રિલેશનશીપમાં છે. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. બે વર્ષ પહેલા અર્જૂન રામપાલના પુત્રને ગ્રેબિએલાએ જન્મ આપ્યો હતો. આ ગ્રેબિએલાનું પહેલું અને અર્જૂન રામપાલનું ત્રીજુ સંતાન છે.SSS