ગ્લાલિયરમાં કોવિડ સેંટરમાં વોર્ડ બોયે મહિલા સાથે રેપનો પ્રયાસ કર્યો
નવીદિલ્હી: દેશ અને દુનિયા કોરોનાની બીજી લહેરની આગળ ઘુટણ ટેકવાની સ્થિતિમાં છે આ સાથે જ સંક્રમિત લોકોને હોસ્પિટલોમાં ઓકસીન અને જગ્યાની કમીનો સામનો કરવો પડી રહ્યો છે.આવામાં સંક્રમિત મહિલાઓ માટે માનો કોવિડ સેન્ટર પણ સુરક્ષિત નથી
હકીકતમાં મધ્યપ્રદેશના ગ્લાલિયરમાં આવી જ એક ઘટનાએ લોકોને પરેશાન કરી દીધા છે. અહીં કોવિડ સેન્ટરમાં વધતા એક હોટલમાં દાખલ ૫૦ વર્ષીય મહલાની સાથે વોર્ડ બોયે રેપનો પ્રયાસ કર્યો આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પીડિતાની ફરિયાદ અનુસાર વોર્ડ બોય વિવેક લોધીએ બેવાર કેપનો પ્રયાસ કર્યો મહિલાએ કહ્યું કે જયારે વોર્ડમાં કોઇ ન હતું ત્યારે વોર્ડ બોયે આવી રેપનો પ્રયાસ કર્યો જાે કે મહિલાના પરિવારજનો આવી જતા તે ભાગી ગયો પીડિતાના પુત્રો પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઇ છે. પીડિતાના પરિવારે તે હોસ્પિટલ પર પણ બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે જેના દ્વારા તે કોવિડ સેંટરમાં આવ્યો હતો. એએસપી હિતિકા વસલે કહ્યું કે હાલમાં આરોપી ધરપકડ કરી છે.