Western Times News

Gujarati News

ગ્લેશિયર તૂટ્યા બાદ ૮ લોકોના મૃતદેહો મળ્યા, રેસ્ક્યુ ટીમે ૨૯૧ લોકોને બચાવ્યા

દહેરાદુન: ઉત્તરાખંડના ચમોલી જનપદના જાેશીમઠમાં ગ્લેશિયર તૂટ્યા પછી સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રસ્તા પર પડ્યું છે. આ રસ્તા પર કન્સ્ટ્રક્શન કામ ચાલતુ હતું. સેનાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં ૮ મૃતદેહો મળી આવ્યા છે અને ૨૯૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે, આ લોકો જાેશીમઠના સુમના વિસ્તારમાં બનેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન કેમ્પમાં હતા. ખરાબ હવામાનના કારણે રાતે રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું. હવે સવાર થતાં ફરી તે શરૂ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી ૨૮ કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન અહીં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે ૨૬ એપ્રિલ આસપાસ વાતાવરણ સાફ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

આ વિસ્તારમાં માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું.જાેશીમઠથી મ્ઇર્ંની એક ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ છે. સતત થઈ રહેલી બરફવર્ષા અને વરસાદને લીધે ટીમને અહીં પહોંચવામાં સમય લાગી શકે છે. આ વિસ્તારમાં કોઈ વસ્તી નથી અને ફક્ત સેનાની અવર-જવર રહેતી હોય છે.

મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે તીતી ઘાટીના સુમનામાં ગ્લેશિયર તૂટવાની માહિતી મળી છે. આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. હું સતત જિલ્લા પ્રશાસન અને બીઆરઓના સંપર્કમાં છું. જિલ્લા પ્રશાસનને મામલાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દ્ગ્‌ઁઝ્ર અને અન્ય પરિયોજનાઓમાં રાતના સમયે કામ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી કોઈ દુર્ઘટના ન બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.