Western Times News

Gujarati News

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસની પહેલીવાર ભારત ટોપ ૫૦માં

નવીદિલ્હી, ગત કેટલાક વર્ષોમાં ઇનોવેશનના મામલામાં ભારત સારી સ્થિતિમાં પહોંચ્યુ છે આ વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસમાં ૪૮માં સ્થાને પહોંચી ગયું છે. ભારતની પોઝીશનમાં ચાર સ્થાનોમાં સુધારો થયો છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસ ૨૦૨૦ના જણાવ્યા અનુસાર મધ્ય અને દક્ષિણ એશિયામાં ભારત પહેલા સ્થાન પર છે ૨૦૧૫માં ભારત ગ્લોબલ ઇન્ડેકસમાં ૮૧માં સ્થાને હતું ૨૦૧૬માં ૬૬માં,૨૦૧૭માં ૬૦,૨૦૧૮માં ૫૭માં અને ૨૦૧૯માં ૫૨માં સ્થાને હતું.

ભારતે પહેલીવાર ટોપ ૫૦માં જગ્યા બનાવી છે ત્યારે સ્વિઝરલેન્ડ,સ્વીડન બ્રિટન અને નેધરલેન્ડ વાર્ષિક રેકિંગમાં મુખ્ય સ્થાન પર છે સંગઠનના જણાવ્યા અનુસાર ભારત ચીન ફિલિપાઇન્સ અને વિયેતનામ વર્ષોમાં પોતાની જીઆઇઆઇ ઇનોવેશન રેકિંગમાં સૌથી મહત્વપૂર્ણ પ્રગતિ કરનારી અર્થવ્યવસ્થામાં રહ્યાં છે ચાર દેશ હવે ૫૦ની યાદીમાં છે.ગત પાંચ વર્ષોમાં ભારતની ઝડપ અભૂતપૂર્વ રહી છે ૨૦૧૫માં ભારત આ યાદીમાં ૮૧માં સ્થાન પર હતું એ બાદ ૨૦૧૬માં ૬૬માં સ્થાને પહોંચ્યુ હતું ત્યાંથી આગળ વધી ૨૦૧૭માં તે ૬૦માં સ્થાને આવ્યું જયારે ૨૦૧૮માં ૫૭માં સ્થાને અને ૨૦૧૯માં ૫૨માં સ્થાને હતું ત્યાંથી પાંચ સ્થાનને આંટીને તે ૫૦ની યાદીની અંદર પહોંચી ગયું ડબ્લ્યુઆઇપીઓએ નિવેદનમાં જણાવ્યું કે સ્વિઝરલેન્ડ સ્વીડન અમેરિકા બ્રિટન અને નેધરલેન્ડ ઇનોવેશન રેકિંગમાં આગળ છે અને ટોપ ૧૦માં વધુ આવકવાળા દેશમાં વર્ચસ્વ ધરાવે છે.

ડબ્લ્યુઆઇપીઓએ એમ પણ કહ્યું કે ભારત વિષે કહેવામાં આવે છે કે દુનિયામાં ત્રીજી સૌથી મોટી નવીન નિમ્મ મધ્યમ આવક વાળી અર્થવ્યવસ્થા બની ગઇ છે જે નવા સંકેતો અને જીઆઇઆઇના વિવિધ ક્ષેત્રોમાં સુધારો દર્શાવે છે આઇસીટી એટલે કે સુચના અને સંચાર પ્રૌદ્યોગિકી સેવાઓની નિકાસ સરકાર ઓનલાઇન સેવાઓ વિજ્ઞાન એન્જીનિયરીંગમાં સ્નાતક અને આરએન્ડડી વૈશ્વિક કંપનીઓ જેવા સંકેતોમાં જાેવામાં આવે છે તો ભારત ૧૫માં આવે છે ઉલ્લેખનીય છે કે રેકિંગ માટે કુલ ૧૩૧ દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.