ગ્લોબલ કાર કેર લીડર ટર્ટલ વેક્સનો ભારતમાં પ્રવેશ
- ઈકોનોમિક, પ્રિમિયમ, અને લકઝરી વાહનોની જાળવણી માટેની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ અને સર્વિસિઝ ઓફર કરશે
- પ્રોફેશનલ, સિરામિક, અને હાઈબ્રિડ સોલ્યુશન્સ પ્રોડક્ટ્સની એક્સક્લુઝિવ રેન્જ પણ ભારતમાં લોન્ચ
શિકાગો સ્થિત એવોર્ડ વિનિંગ કાર કેર બ્રાન્ડ ટર્ટલ વેક્સ ભારતીય માર્કેટમાં પ્રવેશ કર્યો છે.બ્રાન્ડે ભારતીય બજારમાં પ્રવેશ અંગેની જાહેરાત કરતાં ફોર વ્હિલર્સ અને ટુ વ્હિલર્સ માટેની સંપૂર્ણ રેન્જ લોન્ચ કરી હતી. જેમાં પેઈન્ટવર્ક, વ્હિલ્સ, ટાયર્સ, પ્લાસ્ટિક, સહિત પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જ સમાવિષ્ટ છે. શિકાગોમાં ઊંડા મૂળિયા ધરાવતી ફેમિલી સંચાલિત કંપની ટર્ટલ વેક્સ 75 વર્ષથી માર્કેટમાં કારની કેરમાં ઈનોવેશન માટે જાણીતી છે. જે ગ્રાહકોને તેમના વાહનની જાળવણી માટે પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ટર્ટલ વેક્સ 1944થી કાર્યરત છે. ત્યારે કંપનીના ફાઉન્ડરે તેમના ફેમિલી બાથટબમાં વિશ્વનુ પ્રથમ લિક્વિડ ઓટો પોલિશ પ્લાસ્ટોનની શોધ કરી હતી. 1946માં પ્લાસ્ટોનનુ નામ બદલી ટર્ટલ વેક્સ આપવામાં આવ્યુ. આઈકોનિક બ્રાન્ડની સ્થાપના બાદથી વિશ્વમાં 120થી વધુ દેશોમાં ઘરેલુ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.
ભારતીય બજારમાં પ્રવેશ અંગે ટર્ટલ વેક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેનિસ જ્હોન હેલીએ જણાવ્યુ હતુ કે, ભારતીય બજારમાં પ્રવેશ સાથે અમારા ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાયો છે. અહીં વિકએન્ડ વોરિયર્સ અને ઉત્સાહીઓને અમારી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ ઓફર કરવા બદલ અમે ઉત્સુક છીએ. વિશ્વમાં ભારત મોસ્ટ વાયબ્રન્ટ અને વિભિન્નતા ધરાવતુ ઓટોમોબાઈલ માર્કેટ છે. આ દેશ બિઝનેસ માટે માત્ર અતૂટ વિશ્વાસ જ નહીં પરંતુ અમારી ગ્લોબલ ટ્રેડ ચેનલ્સ માટે સ્ટ્રેટેજીક માટે મહત્વનો છે. અમે ભારતની જનતા અને તેમની કાર જાળવણી માટેની સંસ્કૃતિને અન્ય કરતાં વધુ અનુકૂળ બનાવવા અને રોકાણ કરવા આતુર છીએ. સૌથી નવીન વૈશ્વિક ઉત્પાદનો સાથેઅમને વિશ્વાસ છે કે ટર્ટલ વેક્સની સ્થિતિ ભારતની અગ્રણી કાર કેર બ્રાન્ડ્સમાંની એક છે.
વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ પ્રદાન કરતી ટર્ટલ વેક્સ ડ્રાઈવર્સ અને મોટરસાયક્લિસ્ટના પડકારોને સંબોધી કોઈપણ સ્કીલ લેવલને અનૂકુળ પ્રોડ્ક્ટસની વિશાળ રેન્જ લોન્ચ કરી પ્રતિસ્પર્ધી ભારતીય બજારમાં પ્રવેશ માટે તૈયાર છે. નવા યુઝર્સ માટે ઝડપી અને સરળ રેન્જમાં ડિઝાઈન હાઈબ્રિડ સોલ્યુશન સિરામિક રેન્જથી માંડી ટર્ટલ વેક્સ ભારતીય હવામાનના પડકારોમાં કારને શ્રેષ્ઠ દેખાવ અને સુરક્ષિત રાખશે. દેશભરમાં ઓઈએમ સાથે પોર્ટફોલિયોને વિસ્તરિત કરવા કંપની તેની ઈનોવેટીવ પ્રોફેશનલ સિરિઝ અને સિરામિક કોટિંગ રેન્જ પણ રજૂ કરશે. જે અમૂલ્ય સેવાઓ પ્રદાન કરશે.
ટર્ટલ વેક્સે ભારતમાં બિઝનેસ આગળ ધપાવવા માટે ટર્ટલ વેક્સ કાર કેર ઈન્ડિયા પ્રા. લિ.ના કંટ્રી મેનેજર અને ડિરેક્ટર સુજન મુરલી પુર્વાગરા સહિત અનેક મહત્વની વ્યક્તિઓની નિમણૂક કરી હતી. પુર્વાગરાએ આ અંગે જણાવ્યુ હતુ કે, કાર કેર ડોમેઈન ક્ષેત્રે વિશ્વમાં ટર્ટલ વેક્સ વિશ્વસનીય અને લોકપ્રિય બ્રાન્ડ છે. અમે ભારતમાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેઓને અનૂકુળ અમારી પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જ સાથે પ્રવેશ્યા છીએ. અમારી અમુક પ્રોડક્ટ્સ ભારતીયને કાર કેરમાં નડતા પડકારોને દૂર કરવા માટે અત્યંત લાભદાયી છે. દેશમાં અમારા વિભિન્ન ડિસ્ટ્રિબ્યુટર્સ છે. અમે ટર્ટલ વેક્સ બ્રાન્ડેડ લોયલ્ટી ડિટેઈલિંગ સ્ટોર સ્થાપવાની યોજના પણ ધરાવીએ છીએ. જે ગ્રાહકોને વિભિન્ન ઈનોવેટિવ સર્વિસિઝ અને પ્રોડક્ટ ઓફર કરશે. અમે કારની સંભાળના હાલના ધોરણો અને ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ સેવાઓ આપવા પ્રતિબદ્ધ છીએ.
ભારતમાં લોન્ચિંગના ભાગરૂપે ટર્ટલ વેક્સે કાર માલિકો માટે એક્સક્લુઝિવ કાર કેર કીટ લોન્ચ કરી છે. જેમાં નંબર વન પ્રોડક્ટ્સની રેન્જ સામેલ છે.
ICE™ સ્નો ફોમ વોશ – ઘેરબેઠા રિચ ફોમ કાર વોશ સાથે કાર સ્પાનો આનંદ લઈ શકાશે. ક્વિક એન્ડ ઈઝી ટર્ટલ વેક્સ ઈન્ટિરિયર 1® ક્લિનર – તમામ ફેબ્રિક, કારપેટ્સ અને vinylની સફાઈ માટેનુ પ્રથમ પગલું ક્વિક ઈઝી ટર્ટલ વેક્સ ઈનસાઈડ એન્ડ આઉટ પ્રોટેક્શન્ટ – શાઈની પ્લાસ્ટિક, vinyl અને રબરની સફાઈ માટે ટર્ટલ વેક્સ®ICE™ સીલ એન શાઈન –કારનોબા વેક્સ સાથે શાઈનને સીલ કરે છે. તેમજ કારના પેઈન્ટને મહિનાઓ સુધી સુરક્ષિત રાખે છે. ટર્ટલ વેક્સ®ODOR-X™ ટ્રાવેલ સ્પ્રે – કેરેબિયન ક્રશ સેન્ટ સાથે તાજગીમય સુગંધ માટે ઉપયોગી.
CLEARVUE™ RAIN REPELLANT– વરસાદના માહોલમાં ડ્રાઈવિંગ દરમિયાન ક્લિઅર વિઝિબિલિટી સક્ષમ બનાવવા ફ્રી વિન્ડશિલ્ડ ગ્લાસ માટે. ટર્ટલ વેક્સ ભારતમાં સિરિઝ ઓફ ઈવેન્ટ્સ અને વીડિયોઝ સાથે રોડ ટ્રિપ્સ, વિન્ટેજ કાર્સ અને કાર શો કરવાની યોજના પણ ધરાવે છે. આ અંગે આગામી મહિનામાં જાહેરાત કરશે. બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિની શક્તિ અને સુંદરતાને ગ્લોબલ કોમ્યુનિકેશન સાથે પરસ્પર જોડે છે.