Western Times News

Gujarati News

ગ્લોબલ વોર્મિગ: યુરોપ માટે 2020 રહ્યું સૌથી ગરમ વર્ષ

બર્લિન, ગ્લોબલ વોર્મિગની અસર ભારત અને ચીનમાં જ નહીં પરંતું સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે, યુરોપિયન યુનિયનની ગ્લોબલ વોર્મિગની એલર્ટ સર્વિસ દ્વારા શુક્રવારે પ્રકાશિત કરાયેલા નવા આંકડાં અનુસાર 27 દેશોવાળા સંગઠન માટે 2020 સૌથી ગરમ વર્ષ રહ્યું, આંકડામાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિગ સંબંધિત રેકોર્ડનાં આંકડા રાખવાની શરૂઆત થઇ છે, ત્યાંરથી વર્ષ 2020 યુરોપિયન યુનિયન માટે સૌથી ગરમ નોંધાયું.

યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાયમેટ ચેન્જ સર્વિસે કહ્યું કે યુરોપમાં ગત વર્ષનાં તાપમાને 0.4 ડિગ્રી સેલ્સિયસની વૃધ્ધીની સાથે વર્ષ 2019નાં તાપમાનનાં રેકોર્ડને તોડી નાખ્યો. વિશ્વમાં તાપમાનમાં વૃધ્ધી ગ્રીન હાઉસ ગેસનાં ઉત્સર્જનમાં વૃધ્ધીનાં કારણે થઇ રહી છે, જેમાં સૌથી મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ છે. આંકડા અનુસાર વર્ષ 2020 પુર્વ ઔધ્યોગિક કાળ 1850-1900નાં તાપમાનની તુલનમાં 1.25 સેન્ટિગ્રેડ વધુ ગરમ રહ્યું.

જો કે જે પ્રકારે ગ્લોબલ અન્વાર્યર્મેન્ટ બદલાઇ કહ્યું છે, જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2021માં કાંઇ સામાન્ય થવાનું નથી, જે પ્રકારે ગ્લોબલ વોર્મિગ અને ગ્લેશિયરો પિગળી રહ્યા છે, તેનાથી એ જ લાગે છે કે વર્ષ 2021 પણ ગરમ વર્ષોની યાદીમાં આવી શકે છે, યુરોપમાં પણ વર્ષ પ્રતિ વર્ષ ગરમીમાં વૃધ્ધી થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.