ઘઉં, તેલ, ક્રૂડ પછી હવે ચોખાના ભાવ પણ વધારો થાય તેવી સંભાવના
નવીદિલ્હી,વિશ્વમાં ચોખાની નિકાસ મામલે ટોચ પર રહેલા ભારત બાદ થાઈલેન્ડ અને વિયેતનામ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં ચોખાના આ બંને ટોચના ઉત્પાદકો સાથે મળીને ચોખાની કિંમતોમાં વધારો કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. થાઈલેન્ડની સરકારના પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ‘અમે ચોખાની કિંમતો, ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું લક્ષ્?ય રાખ્યું છે.
ઘઉંની કિંમતો ટોચ પર છે તેવામાં ચોખામાં ભાવવધારો થવાના કારણે વિશ્વના અબજાે લોકો પર તેનો દુષ્પ્રભાવ પડશે. થાઈલેન્ડના વાણિજ્ય મંત્રીંએ જણાવ્યું કે, વૈશ્વિક ડિમાન્ડમાં રિકવરીના કારણે તથા તેમનું ચલણ અમેરિકી ડોલરની સરખામણીએ ૫ વર્ષના તળિયે હોવાથી આ વર્ષે તેમના દેશની ચોખાની નિકાસને વેગ મળ્યો છે.
જાેકે વિયેતનામના કૃષિ મંત્રાલયે આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું હાલ પૂરતું ટાળ્યું છે. આ તરફ વિયેતનામના ફૂડ એસોસિએશને તેમના થાઈ સમકક્ષો સાથે જૂન મહિનામાં યોજાનારી બેઠક પહેલા ભાવમાં વધારો કરવાના પગલાંની સંભાવનાને નકારી કાઢી છે.
જાે થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ચોખાની કિંમતોમાં વધારો કરવામાં આવશે તો ગ્રાહકો ચોખાના અન્ય ટોચના નિકાસકારો તરફ વળી શકે છે. જેમ કે, ભારત ચોખાનું ટોચનું નિકાસકાર છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બી. વી. ક્રિષ્ના રાઓના કહેવા પ્રમાણે જાે થાઈલેન્ડ અને વિયેતનામ દ્વારા ભાવવધારો ઝીંકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સ્વાભાવિકપણે આફ્રિકાના પ્રાઈઝ સેન્સિટિવ ખરીદદારો ભારત તરફ વળશે. જાેકે તેમણે ઉમેર્યું હતું કે, હજું સુધી કોઈ પણ દેશે રાઈસ કાર્ટલમાં ભાગ લેવા ભારતનો સંપર્ક નથી કરેલો.
આ વર્ષે થાઈ ચોખાની બેન્ચમાર્ક એક્સપોર્ટ પ્રાઈઝ ૪૨૦ ડોલર પ્રતિ મેટ્રિક ટન રહી છે જે ભારતના ૩૬૩ ડોલર પ્રતિ ટનની સરખામણીએ ૧૬ ટકા વધારે છે. જાેકે ચોખાની એક્સપોર્ટ લિમિટમાં વધારો કરવાની હાલ પૂરતી ભારતની કોઈ જ યોજના નથી તેમ જાણવા મળ્યું છે.HS2KP