Western Times News

Gujarati News

ઘડિયાના ગ્રામજનોએ રોડમાં સરકારી ધારાધોરણોનો ભંગ અને ભ્રષ્ટાચારનો આક્ષેપઃ આવેદનપત્ર આપ્યું

ગળતેશ્વર:ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ઘડિયા ગામથી રૂસ્તમપુરા ગામને જોડતો અને મહત્વની ભૂમિકા ભજવતો રોડ બનાવવાની કામગીરી તા:- ૧૨-૦૭-૨૦૧૯ના રોજ શરૂ કરવામાં આવી છે. જે રોડ ૨૭૦૦ મીટર  (૨.૭ કી.મિ) લાંબો બનાવવામાં આવનાર છે. અને ૧,૩૭,૦૮૯૦૦/- ના ખર્ચે બનાવવામાં આવનાર છે.

ઘડિયા ગામના ખેડૂતો માજી સરપંચ દ્વારા મુખ્યમંત્રી સડક યોજનાનો રોડ જે ૨૭૦૦(૨.૭ કી. મી)મીટરનો રોડ એની માતબર રકમ ૧ કરોડ ૩૭ લાખના રોડમના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જે રોડ બનાવવાની કામગીરી જેડીએકેએસ ઈન્ફા, વડોદરા નામની એજન્સી દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં ગ્રામજનો સાથે જગદીશસિંહ ચૌહાણ (ભારતીય કિસાન યુનિયન, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ખેડા જિલ્લા યુનિયનના સભ્યશ્રી) અને ડૉ.ભગીરથસિંહ પરમાર, (ક્ષત્રીય રાજપૂત યુવા શક્તિ સંગઠન),  જીગરસિંહ પરમાર (ઠાસરાના અગ્રણી) નાઓ પણ જોડાયા હતા. જેથી આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ વધુ લડાયક બનવાના એંધાણ આવું રહ્યા છે.

બીજી તરફ ઘડિયા ગામના ખેડૂતોની સમગ્ર રોડની તપાસ કરતા રોડ ભાગ્યે જ ૪ મહિના ચાલે તેવું માલુમ પડે છે. જે કામમાં યોગ્ય નિયમો અને ધારાધોરણનો ભંગ કરી બનાવવામાં આવી રહ્યો હોવાની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ભારતીય કિસાન યુનિયન તેમજ ક્ષત્રિય સંઘઠન અને ખેડૂતનું ૫ આગેવાન ડેલીગેશન પ્રાંત કચેરી ઠાસરા ખાતે આવેદન આપી તેમજ માર્ગ મકાન વિભાગને કલેકટર શ્રી, ખેડા અને મુખ્યમંત્રીશ્રીને આ ભ્રષ્ટાચાર વિશે લેખિતમાં ફરિયાદ કરશે તેવું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.