ઘડીયાળો રીપેરીંગ કરનારા કારીગરોની હાલત કફોડી
ઘડીયાળ પહેરવાનો જમાનો ગયોઃ સ્માર્ટ વોચ મોંઘી હોવા છતાં યુવાનોમાં ક્રેઝ
(એજન્સી) અમદાવાદ, ઘડીયાળ ન પહેરીને મોબાઈલમાં સમય જાેવાનો ટ્રેન્ડ આજકાલ સામાન્ય થઈ રહ્યો છે. બીજી તરફ જે વર્ગ ઘડીયાળો પહેરે છે તેમાં સસ્તી છતાં આકર્ષક અને ડીઝાઈનર ઘડીયાળો તરફ વળી જતાં હવે ઘડીયાળો રીપેરીંગ કરનારા કારીગરો નવરા ધૂપ થઈ ગયા છે. અને બીજા ધૃંધામાં જતા રહયા છે.
રીપેર કરનારા કહે છે કે લોકો બેટરી નંખાવવા કે વૉલ ક્લોક રીપેર કરાવવા માટે આવે છે એ સિવાય કોઈ ડોકાતુ નથી. કાંડા ઘડીયાળો માટે તો ખુબ જ કપરા ચઢાણ છે.
પ૦ વર્ષથી ઘડીયાળ રીપેરીંગના ધંધા સાથે સકળાયેલા હાતિમભાઈ રાજકોટવાળાનું કહેવુ છે કે મોબાઈલ ફોનના કારણે ઘડીયાળનુૃ વેચાણ ઓછુ થઈ ગયુ છે. એમાં સસ્તી ઘડીયાળો આવતા જ રીપેરીંગ કરામ બંધ થઈ ગયા છે. સ્ટાન્ડર્ડ દુકાનોમાં રીપેરીંગ સારં આવે છે.
પણ છૂટક દુકાનોમાં ભાગ્યે જ કોઈ ગ્રાહક આવે છે. છેલ્લા પાંચ વર્ષથી કારીગરો ઘણા ઓછા થઈ ગયા છે. વેપારીઓ પૂરતો ભાવ આપતા નથી. છતાં સંબંધો સાચવવા માટે અને બીજી આવડત નહીં હોવાથી કારીગર દુકાન પર ટકી રહે છે. મોબાઈલના લીધે હવે એલાર્મ ઘડીયાળ પણ વેચાતી નથી. કાંડા ઘડીયાળ પણ ઓછા લોકો પહેરે છે.
હવે દિવસ અને તારીખવાળાી ઘડીયાળો પણ ચાલતી નથી. ઘણી વખત રીપેરીંગના ખર્ચમાં નવી ઘડીયાળ આવી જતી હોવાથી લોકો રીપેરીંગ કરવાનું ટાળે છે.
ઘડીયાળમાં વપરાતી બેટરીમાં બે વિભાગ થઈ ગયા છે. એક યુઝ એન્ડ થ્રો જેવા અને બીજા મોઘા ઘડીયાળોમાટેના આવે છે. કાંડા ઘડીયાળની શોપ પણ ટ્રાફિક ઓછો જ થાય છે. ભણેલગણેલ અને પ્રોફેશ્નલ લોકો સ્ટાન્ડર્ડ ઘડીયાળ ખરીદે છે. મોટાભાગનો વર્ગ ઓનલાઈન કે ફૂટપાથમાંથી આકર્ષક ઘડીયાળ શોધી લે છે. જાે કે માંગ તો અગાઉ કરતા ઓછી છે પણ અબલત્ત ગીફટ માટે તો હજુ ઘડીયાળોનો ઉપાડ થાય છે.