ઘડીયા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં બસ સેવા વિકસાવવા માંગ: વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને હાલાકી
![GSRTC st bus gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/gsrtc-1-scaled.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા વિકસાવવા માંગ ઉઠવા પામી છે.મળતી વિગતો મુજબ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો બસ સેવાથી વંચિત છે.જેને લઈને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો જાણવા મળી છે.
તાલુકાના ભાલોદ પંથકમાં બસ સેવાના અભાવે વિધ્યાર્થીઓને ખુબ તકલીફ પડે છે.ઉપરાંત ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા વિભાગમાં પણ બસ સેવા અધ્યતન રીતે વિકસાવવા લોકમાંગ ઉઠવા પામી છે.
તાલુકાના કોલિયાપાડા પંથકના અંતરિયાળ ગામો પણ બસ સેવાથી વંચિત હોવાના કારણે ગ્રામ્ય જનતાને તાલુકા મથકે તેમજ જીલ્લા મથકે જવ?ા આવવામાં મોટી હાડમારીનો સામનો કરવો પડે છે.બસ સેવાથી વંચિત એવા ગ્રામિણ વિદ્યાર્થીઓને રાજપારડી ઉમલ્લા ઝઘડીયા જેવ?ા મથકોએ અભ્યાસ માટે આવજા કરવામાં અગવડ પડે છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જનતા વિવિધ જરુરી વસ્તુઓની ખરીદી માટે ઝઘડીયા રાજપારડી ઉમલ્લાના બજારોમાં આવતી હોય છે.બસ સેવાના અભાવે જનતાએ ખાનગી વાહનોની મોંઘી અને જાેખમી મુસાફરી કરવી પડે છે.?
બસ સેવા ચાલુ હોયતો વિદ્યાર્થીઓને મુસાફરી માટે પાસનો લાભ મળે પરંતુ બસ સેવાથી વંચિત વિધ્યાર્થી વર્ગને પણ નાછુટકે ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે.તાલુકાના ભાલોદ કોલિયાપાડા પાણેથા સહિત અન્ય ગ્રામિણ વિસ્તારોમાં સઘન બસ સેવા વિકસાવીને વિધ્યાર્થીઓ સહિત જનતાને બસ સેવાનો લાભ આપવા તંત્રએ ઘટતા પગલા ભરવા જરુરી છે.?
આ માટે ભરૂચ એસટી ડિવિઝન અને ઝઘડીયા એસટી ડેપોના સત્તાવાળાઓ તાલુકાની જનતા અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં તાકિદે આગળ આવે તે જરૂરી છે.ઉંડાણના ગામડાની આવતા,શાળા કોલેજના વિદ્યાર્થીઓને એસપીના અભાવે અપડાઉન કરવું મુશ્કેલી પડતી હોય આદિવાસી મહાસંઘ દ્વારા એસટી વિભાગને આવેદનપત્રની નકલ રવાના કરી છે.*