ઘડીયા GIDCની વર્ધમાન એક્રેલિક કંપનીમાં માદા દીપડા સહિત તેના બે બચ્ચા ઘુસ્યા

વર્ધમાન એક્રેલિક કંપનીમાં પડતર જમીનની ઝાડી માં દિપડા પરિવાર ઘૂસતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વહેલી સવારે ઝઘડીયા જીઆઈડીસીની વર્ધમાન એક્રેલિક કંપનીમાં માદા દીપડો તથા તેના બે બચ્ચા ઘુસી ગયા હતા.કંપનીના પ્લાન્ટની બાજુમાં આવેલ પડતર જમીનની ઝાડીઓમાં દિપડા પરિવાર નજરે ચડતા કંપની કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.કંપની સંચાલકો દ્વારા ઝઘડિયા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ ત્યાં પહોંચ્યું હતું
![]() |
![]() |
પરંતુ માદા દીપડો તથા તેના બે બચ્ચા હજી કંપનીની પડતર જમીન વાળી ઝાડીઓમા વિહરતા જણાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમમાંથી નર્મદામાં પાણી છોડવામાં આવતા ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા દીપડા સહિતના પશુઓને ઉપરવાસના વિસ્તારમાં વસવાટ કરવા લાગતા ઉપરવાસમાં પશુઓનું મારણ તથા દીપડા દેખાવાની ઘટનાઓ બની રહી છે.