ઘણા લોકો મહામારીને ધ્યાનમાં રાખીને હેલ્થ વીમાયોજના ખરીદે છે અને સંપૂર્ણ હેલ્થ વીમાકવચ પસંદ કરતા નથી, જેથી તેમને અન્ય બિમારીઓમાં વીમાકવચ નહીં મળે
• જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના અહેવાલ મુજબ, માર્ચ, 2021 સુધી હેલ્થ વીમાએ 13.3 ટકાના વૃદ્ધિદર સાથે 29.5 ટકા બજારહિસ્સો હાંસલ કર્યો
આપણા દેશમાં મોટા ભાગના માતાપિતાઓ, ખાસ કરીને વયોવૃદ્ધ માતાપિતાઓ પર્યાપ્ત હેલ્થ વીમાયોજના સાથે વીમાકવચ ધરાવતા નથી. જ્યારે પિતા તેમના પરિવારને સુરક્ષાકવચ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને પર્યાપ્ત હેલ્થ વીમાકવચ સાથે બાળકોને, ત્યારે તેઓ પોતાના માટે વિચારવાનું ચુકી જાય છે અને સુરક્ષાકવચથી વંચિત રહી જાય છે.
કોવિડ-19 મહામારીને કારણે અત્યારે સંપૂર્ણ સમાજમાં હેલ્થ વીમા વિશે જાગૃતિ વધી રહી છે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના રિપોર્ટમાં ચાલુ વર્ષે માર્ચ સુધીમાં હેલ્થ વીમામાં 13.3 ટકાના દરે વૃદ્ધિ કરી હોવાની જાણકારી મળી હતી.
જોકે આપણામાંથી ઘણા લોકો સમયસર હેલ્થ વીમો ઉતરાવવાનું મહત્વ સમજતા નથી. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ વ્યક્તિની જીવનશૈલી વિકસે છે અથવા ગંભીર બિમારીઓની શક્યતાઓ પણ વધે છે, એટલે હેલ્થ વીમાયોજના હોવી આવશ્યક છે.
જ્યારે 20મી જૂન ઇન્ટરનેશનલ ફાધર્સ ડે છે, ત્યારે તમારા પિતા માટે આખું વર્ષ પ્રેમ અને દરકારની લાગણી વ્યક્ત કરવા તેમને સંપૂર્ણ હેલ્થ વીમાયોજના સ્વરૂપે સારાં સ્વાસ્થ્યની ભેટ શ્રેષ્ઠ રહેશે.
કેર હેલ્થ ઇન્સ્યોરન્સ (અગાઉ રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સ)ના ડાયરેક્ટર અને રિટેલ સેલ્સના હેડ શ્રી અજય શાહે કહ્યું હતું કે, “હાલના અનિશ્ચિત સમયગાળા દરમિયાન માતાપિતાને નાણાકીય સુરક્ષા અને સલામતી પ્રદાન કરવામાં મદદરૂપ થાય એવું કશું પણ તેમના માટે સૌથી શ્રેષ્ઠ ભેટ રહેશે. આ માટે હેલ્થ વીમો આદર્શ ભેટ છે. હેલ્થ વીમો ગુણવત્તાયુક્ત હેલ્થકેરની સુલભતા ઉપરાંત હોસ્પિટલના બિલોમાં ખર્ચાઈ જતી વ્યક્તિની બચતને પણ જાળવે છે. જ્યારે હેલ્થવીમાની ભેટ આપો, ત્યારે તમારે એક વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે, કોવિડ-19 આધારિત વધારે લોકપ્રિય યોજનાઓ કે આવી ચોક્કસ રોગ સામે કવચ પ્રદાન કરતી યોજનાઓથી સંપૂર્ણ હેલ્થ વીમાયોજનાઓ ઘણી અલગ હોય છે.
કોઈ ચોક્કસ રોગમાં વીમાકવચ પ્રદાન કરતી યોજના એ બિમારી માટે હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવા માટે વળતર આપે છે, ત્યારે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના વિવિધ બિમારીઓ માટે કવચ પૂરું પાડે છે. ઉપરાંત આ યોજનાઓ ઘણી વાજબી છે અને એમાં ઇએમઆઈના વિકલ્પો પણ મળે છે.”
જ્યારે તમે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના પસંદ કરો, ત્યારે તમારે વિવિધ પોલિસીઓની સરખામણી કરવી જોઈએ તથા તમારા પિતાને હેલ્થ વીમાની ભેટ આપવાનું નક્કી કરો એ અગાઉ પોલિસીઓની વિવિધ ખાસિયતોનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેમાં કવરેજના વિકલ્પો, હોસ્પિટલ નેટવર્ક, દાવાની પતાવટનો રેશિયો અને રાઇડર્સ સામેલ છે.
અત્યારે વિવિધ યોજનાઓમાં અનેક પ્રકારના લાભ મળી શકે છે. સંપૂર્ણ યોજનામાં વીમાકૃત રકમનું અમર્યાદિત ઓટોમેટિક રિચાર્જ, તમામ વીમાકૃત સભ્યો માટે વાર્ષિક હેલ્થ ચેકઅપ, નો ક્લેમ બોનસ (સુપર) સાથે દાવામુક્ત વર્ષોના કેસમાં વીમાકૃત રકમમાં 150 ટકા સુધીનો વધારો વગેરે જેવા ફાયદાઓ અને વૈકલ્પિક સંવર્ધિત કવચ પણ સામેલ છે.