ઘણા લોકો માટે સોશિયલ મીડિયા ગેસ, વીજળી જેટલા અનિવાર્ય છેઃ અભ્યાસ

પ્રતિકાત્મક
(એજન્સી)નવીદિલ્હી,પાછલા વર્ષે ચોથી ઓકટોબરે ફેસબુક અને તેના ઈન્સ્ટાગ્રામ, વોટસએપ અને મેસેન્જર સહીતના અન્ય સોશીયલ પ્લેટફોર્મ્સ આશરે છ કલાક માટે વૈશ્વિક સ્તરે ઠપ થઈ ગયાં હતાં. તેના કારણે અકળાયેલા હજારો અને લાખો યુઝર્સે ટવીટર પર ટીવટ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમાંના ઘણા યુઝર્સે તો આના કારણે પોતાનો દિવસ બગડી ગયો હોવાનો દાવો કર્યો હતો.
હવે એક નવો અભ્યાસ દાવો કરે છે. કે ફેસબુક ડાઉન થયું ત્યારે તેના યુઝર્સમાં જે ગુસ્સો અને અકળામણ જાેવા મળી હતી તે પુરવાર કરે છે કે ઘણા બધા લોકો માટે સોશીયલ મીડીયા પણ હવે ગેસ એન ઈલેકટ્રીકસીટી જેવું જ અનિવાર્ય બની ગયું છે. પેન સ્ટેટ યુનિર્વસિટીના સંશોધનકારોએ ફેસબુક ડાઉન દરમ્યાન કરવામાં આવેલી રર૩,૮૧પ ટવીટનું વિશ્લેષણ કરી તારણ તારવ્યું હતું. અભ્યાસના સહલેખક શ્યામ સુંદરે જણાવ્યું હતું કે મોટાભાગના મીડીયા ઈફેકટમાં રીસર્ચ લકોને મીડીયા દર્શાવીને તેઓ કેવી રીતે રિએકટ કરે છે તે જાેવામાં આવે છે. પરંતુ આ અભ્યાસમાં અમે જાેયું હતુંકે લોકોને મીડીયાથી દૂર કરવાથી વાસ્તવમાં વધારે માહિતી ઉપલબ્ધ થાય છે.