ઘણી ફિલ્મ હાથમાં હોવાથી રણબીરે મોટી ફિલ્મ ફગાવી
મુંબઇ, સંજુ ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ હવે રણબીર કપુર સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. રણબીર કપુરની પાસે હાલમાં એટલી ફિલ્મો હાથમાં છે કે તે મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મને પણ ફગાવી રહ્યો છે. હવે રણબીર કપુરે કરણ જાહરની ફિલ્મ ફગાવી દીધી છે. જેમાં રણવીર સિંહ, વિકી કોશળ કામ કરી રહ્યા છે. કરણ જોહરે મલ્ટીસ્ટારર ફિલ્મ માટે પહેલા વિકી કોશળની જગ્યાએ રણબીરના નામ પર વિચારણા કરી હતી. જા કે તેની પાસે સમય નહી હોવાના કારણે કરણ જાહરની ફિલ્મને ફગાવી દીધી છે. રણબીરે આટલા મોટા નિર્માતા નિર્દેશકની સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કેમ કર્યો તેને લઇને પ્રશ્ન કરી રહેલા લોકો માટે જવાબ એ છે કે તેની પાસે સમયનો અભાવ છે. તે ૨૦૨૦ સુધી વ્યસ્ત સમય ધરાવે છે. ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપુર, વિકી કોશળ, ભૂમિ જાન્હવી કપુર કામ કરી રહ્યા છે.
અનિલ કપુરની પણ ફિલ્મમાં ભૂમિકા છે. આ ફિલ્મને ૨૦૨૦ સુધી રજૂ કરવામાં આવી શકે છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મનુ નિર્દેશન કરણ જાહર પોતે કરી રહ્યા છે. આશરે બે વર્ષ બાદ કરણ જાહર કોઇ ફિલ્મનુ નિર્દેશન કરે છે. છેલ્લે રણબીર સાથે યે દિલ એ મુશ્કેલનુ નિર્દેશન કર્યુ હતુ. જેમાં એશની પણ ભૂમિકા હતી. રણબીર કપુરે પ્રોફશનલી રીતે ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો છે. તેની પાસે હાલમાં બ્રહ્યા†, શમશેરા અને લવ રંજની એક ફિલ્મ પણ છે. તેને તખ્તની પટકથા ખુબ પસંદ પડી હતી છતાં તે હવે ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. ફિલ્મને લઇને તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કલાકારોની પસંદગી પણ થઇ ચુક છે કરણ જાહરની ફિલ્મોની પણ ચાહકો હમેંશા રાજ જાતા રહે છે.