ઘણી વખત મને કહવામાં આવ્યું તું કઇં નહીં કરી શકે: વિવેક

મુંબઈ, ક્યારેક કોઈના ખરાબ શબ્દો વ્યક્તિને મજબૂત બનાવે છે. જાે કોઈ કહે કે ‘તમે આ નહીં કરી શકો’ તો તે કામ કરવું સૌથી મોટો પડકાર બની જાય છે. આવું જ કંઈક બોલિવૂડ સ્ટાર Vivek Oberoi સાથે થયું હતું, જેને કહેવામાં આવ્યું હતું કે ‘તમે કંઈ કરી શકશો નહીં’.
વિવેક ઓબેરોય, જેણે એક સમયે પોતાના લુક્સથી છોકરીઓને પોતાના માટે પાગલ બનાવી દીધી હતી, તેની કારકિર્દીની શરૂઆત અને ઉતાર-ચઢાવને યાદ કરીને તે કહે છે કે ‘અહીં કેટલીકવાર રિજેક્રશન ખૂબ જ વ્યક્તિગત બની જાય છે. તમે તેને અનુભવી શકો છો.
વિવેક ઓબેરોયે જણાવ્યું કે એકવાર તેની મુલાકાત એક ફિલ્મમેકર સાથે થઈ જેણે તેને ડિ-મોટિવેટ કરવાનો પ્રયાસ કર્યો. તે દિગ્દર્શકે કહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ કંઈ કરી શકશે નહીં.
વિવેકે કહ્યું, “તે ડિરેક્ટર સતત મારી તરફ જાેઈ રહ્યા હતા. તેણે કહ્યું કે તમે ક્યારેય કઇં નહીં કરી શકો.” વિવેકે આગળ કહ્યું, “પછી ડિરેક્ટરે તેની બાજુનું ડ્રોઅર ખોલ્યું અને તેમાંથી એક તસવીર કાઢી, તે એક મોડેલની તસવીર હતી જેણે તે જ વર્ષમાં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તે ફોટો મારી સામે ટેબલ પર મૂક્યો અને મને કહ્યું કે આ જુઓ, તે એક સ્ટાર છે. જાે કે, તેની કારકિર્દીમાં કંઈ થઈ શક્યું નહીં.
પરંતુ મને હજુ પણ તે ઓડિશન યાદ છે કારણ કે તે ખૂબ જ કઠોર હતું. તે ખૂબ જ અંગત હતુ, પરંતુ એક વાત પણ સાચી છે કે આ પ્રકારની વસ્તુઓએ મને મજબૂત બનવામાં મદદ કરી. વિવેક ઓબેરોયે તેની કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ વર્માની ‘કંપની’થી કરી હતી, જાે કે તે પહેલા તેના પિતા સુરેશ ઓબેરોયે તેના માટે અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત ફિલ્મ સાથે એક મોટા લોન્ચની તૈયારી કરી હતી.
વિવેકે કહ્યું કે મને આ ફિલ્મ ‘કંપની’ મારા પોતાના દમ પર મળી છે, તેથી તે જીત જેવું લાગ્યું. પછી જ્યારે મેં ઘણા શોમાં બેસ્ટ ડેબ્યુ અને બેસ્ટ સપોર્ટિંગ એવોર્ડ જીત્યા ત્યારે મેં મારા પિતાની આંખોમાં ખુશીના આંસુ જાેયા અને તેમને મારા પર ગર્વ પણ થયો. વિવેકને ફિલ્મ ‘સાથિયા’થી દર્શકોમાં એક ખાસ સ્થાન મળ્યું હતું.SSS