ઘરકંકાસને લીધે કંટાળેલી પરણીતાનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદ, થોડા દિવસો અગાઉ જ અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને ૧૦ વર્ષની સજાનું એલાન કર્યું હતું. સાસરી પક્ષના ત્રાસથી આયેશાએ આપઘાત કર્યો હતો. ત્યારે હવે આજે(શુક્રવાર) અમદાવાદમાં જ આયેશાની જેમ વધુ એક પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કર્યો છે.
આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો બનાવીને પરિણીતાએ આપવીતી જણાવી હતી. જાેકે આપઘાત કરે તે પહેલા સ્થાનિકોએ દોડી જઇને પરિણીતાએ બચાવી લીધી હતી. વીડિયો બનાવ્યા બાદ પરિણીતા આપઘાત કરવાની હતી. મહત્વનું છે કે, મહિલા ઘર કંકાસને લઇને કંટાળી ગઇ હતી.
પરિવારજનોએ તેના નાની ઉંમરમાં જ લગ્ન કરાવ્યા હોવાનો પણ વીડિયોમાં તેણે ઉલ્લેખ કર્યો છે.સ્થાનિકોએ બચાવીને બાદમાં પોલીસને જાણ કરીને પોલીસને સોંપી હતી. હાલ સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી છે અને જ્યાં પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે.
પતિ વિરૂદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.યુવતીનું કહેવું છે કે તેમના પતિ માનસિક ત્રાસ આપી રહ્યા છે. યુવતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન ૧૪ વર્ષની હતી ત્યારે થઈ થયા હતા અને મૂળ રાજસ્થાનના ટોંકની છે. પતિ બે દિવસથી કુરાને શરીફની કસમ ખાવાનું મને કહે છે અને કહે છે કે, હવે જાય તો પાછી ન આવતી. હું નહીં બોલાવું.
કુરાને શરીફની બે વાર કસમ ખાઈ લીધી. ખબર નહીં બચકુના બોલે છે અને મારે નથી રહેવું મારે નથી રહેવ તેમ કહે છે. તે કહે છે કે તારા ઘરવાળા શીખવાડે છે, તારા ભાઈઓને મારી નાખીશ. હું અહીંનો ગુંડો છું, દાદા છું.SSS