Western Times News

Gujarati News

ઘરકંકાસે એન્જિનિયર પતિનો ભોગ લીધો, શિક્ષિકા પત્ની સાથે ઝઘડા બાદ આપઘાત કર્યો

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને એન્જિનિયર તરીકે કામ કરતો યુવાન કોરોના મહામારી વચ્ચે ઘરેથી કામ કરતો હતો. જાેકે નવા મકાનને લઈને છેલ્લા કેટલાક સમયથી તેનો પોતાની શિક્ષિકા પત્ની પતિ સાતે ઝઘડો કરતી હતી. જેને લઈને આવેશમાં આવેલા પતિ એ જ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મેચ જવા પામ્યો હતો. જાેકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતમાં સતત આપઘાતની ઘટા બની રહી છે, કેટલાક લોકો કોરોના મહામારીમાં પોતાનો કામ ધંધો છૂટી જતા તો કેટલાક લોકો પોતાના પરિવારનું આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય કેટલાક લોકો કોરોનાકાળમાં ઘરેથી કામ કરતા ઘર્મપરિવારના સભ્યો સાથે કોઈ બાબતે ઝઘડો થતા આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોય છે.

ત્યારે વધુ એક આપઘાતને લઈ ઘટના સામે આવી છે. જાેકે મૂળ ઉત્તર પ્રદેશના વતનીને હાલમાં સુરતના ભેસ્તાન ખાતે આવેલ દીપજ્યોત સોસાયટીમાં રહેતા પોતાના પરિવાર સાથે સંતોષ રામશંકર યાદવ રહેતો હતો. જાેકે, પોતે એન્જિનિયર લઇને મુંબઈની કંપનીમાં કામ કરતો હતો જાેકે કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ઘરેથી ઓનલાઇન કામ કરતો હતો.જાેકે, સંતોષની પત્ની સુરતના પર્વત પાટિયા નજીક એક ખાનગીમાં શિક્ષિકા તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી.

જાેકે, પતિ હોવાને લઈને છેલ્લા કેટલાક સમયથી નવા ઘરેને લઈને પતિ પત્ની વચ્ચે દરોજ તકરાર ચાલતી હતી. જાેકે દરરોજની તકરારને લઈને માનસિક રીતે તણાવમાં રહેતા એન્જિનિયર પતિએ ઘરમાં કોઈ નહિ હોવાને લઈને આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જાેકે, આ પરિવારના સભ્યો ઘરે આવતા સમગ્ર મામલો સામે આવતો હતો.

તેમને બુમાબુમ કરી આ યુવાને નીચે ઉતારી હૉસ્પિટલ ખાતે લઈને ગયા હતા જ્યાં તબીબે આ યુવાને મૃતત જાહેર કર્યો હતો. જાેકે, ઘટનાની જાણકરી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી જઈને આ મામલે તપાસ કરતા મરનાર યુવાનના પિતાએ છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે નવા મકાનને લઈને ઝઘડા ચાલતા હોવાની જાણકારી આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.