ઘરકામ કરતી બે મહીલા અને એક પુરુષ ૬ લાખના દાગીના લઈ ફરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Maid.jpg)
અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં ઘરકામ કરવા માટે આવેલા બે મહિલા તથા એક પુરુષે ભેગા થઈને ગણથરીના દિવસોમાં જ મકાન માલિકને વિશ્વાસ જીતી લીધા બાદ તિજારીમાં સાફ કરી છ લાખની મતા ચોરી ગયા છે.
અમનદીપ સંધુ (ન્યુ સીજી રોડ) એ ફરીયાદ નોધાવી છે કે માતા બિમાર હોવાથી ચાર દિવસ અગાઉ ચાંદખેડા ગામમાંથી જ્યોતિ તથા તેની નણંદ પુજા નામની બે મહીલા ઘરકામ કરવા આવતાં હતા તેમને ગાડીઓ ધોવા માણસની જરૂર હોઈ બંને મહીલાઓને વાત કરતાં રાહુલ નામના શખ્શને લઈ આવી હતી બે દિવસથી ગાડીની સફાઈ ઉપરાંત ઘરનુ અન્ય કામ કરી રાહુલ તથા જ્યોતિ અને પુજાએ તેમના વિશ્વાસ જીત્યો હતો ગઈકાલે રાહુલ સવારે સફાઈ માટે આવ્યાબાદ અચાનક ગાયબ થઈ જતા પરીવારજનો પુછપરછ કરી હતી
જેથખી શંકા લાગતા ઘરની તિજારીમાં તપાસતા સફાઈ કબાટના ડ્રોવરમાંથી સોનાના દાગીના જેમની કિમત છ લાખ છે તે ચોરી ગયો હોવાની જાણ થી હતી બે મહીલા સહીત ત્રણેયનો સંપર્ક સાધતા તે મળી આવ્યા ન હતા જેથી છેવટે અમનદીપે ચાંદખેડામા ચોરીની ફરીયાદ નોધાવી છે.