Western Times News

Gujarati News

ઘરઘાટી તરીકે કામ પર રાખતા પહેલા સંબંધિત પોલીસ સ્‍ટેશને જાણ કરવા જાહેરનામું

અમદાવાદ શહેરના હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્‍લામાં રહેણાંક વિસ્તારમાં કોઇ મકાન માલિક/ મકાન ભાડુઆત જ્યારે કોઇ વ્યક્તિને ઘરધાટી તરીકે કામ ઉપર રાખે ત્યારે તે વ્યક્તિની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશને જણાવવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ આદેશ કર્યો છે.

ઘરઘાટી તરીકે રાખતા પહેલાં પોલીસ સ્‍ટેનને  તેનું પુરૂ નામ , સરનામુ અને તેની સાથેના માણસોની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા હોય તે મકાન માલિકનું નામ અને સરનામુ, તેમજ ઘરઘાટી તરીકેનો સમયગાળઓ , જના મારફતે ઘરઘાટી તરીકે રાખેલ હોય તેનું નામ ,

સરનામુ દર્શાવતી બાંહેધરી, અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલીકનું નામ, સરનામું, ઘરઘાટીને ઓળખીતાનાં નામ અને સરનામું તથા ટેલીફોન નંબર, ઘરઘાટીના વતનનું સરનામુ, પોલિસ સ્ટેશન, તથા વતનમાં રહેતા તેના ભાઇ-બહેન , માતા-પિતાના નામો, ઘરઘાટી પરણીત હોય તો સાસરીનં સરનામુ, ઘરઘાટીનું ચહેરા નિશા, ઉંમર વર્ષ, ઉંચાઇ, વર્ણન અભ્યાસ વેગેરે માહિતી ભરી જમા કરાવવાની રહેશે.

તા. 06-10-2021 સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપત્ર ઠરશે એમ અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટે જણાવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.