ઘરઘાટી રાખતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરવા જાહેરનામું
અમદાવાદ શહેરમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે મકાન માલિક કે ભાડુઆતોએ ઘરઘાટી રાખતા પહેલા તેની સંપૂર્ણ વિગતો ઘરઘાટીના ફોટોગ્રાફ્સ સાથે સંબંધિત પોલીસ સ્ટેઘશને જણાવવાની રહેશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ જાહેરનામામાં ફરમાવ્યુંસ છે. તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.