Western Times News

Gujarati News

ઘરની બહાર માસ્ક વગર નિકળ્યા તો 5000રૂ. દંડ થશે

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર સજાગ બન્યુ છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 500 સુધી પહોંચવા આવ્યો છે. જેમાં અમદાવાદના જ લગભગ 260 કેસો સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારના એરીયાને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. લોકડાઉન હજુ બીજા 15 દિવસ લંબાઈ શકે છે તેવો સ્પસ્ટ નિર્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતું.

અમદાવાદ મ્યુ. કોર્પો.ના કમિશ્નર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે આવતીકાલ એટલે કે 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મ્યુ. કોર્પો. કેસ દાખલ કરશે અને આ કેસમાં ત્રણ વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે.

માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની શક્યતાના પગલે આવાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે માસ્ક ન પહેર્યુ હોય અને રુમાલ હશે તો પણ ચાલશે તેમ વધુમાં જણાવ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદમાં પ્રવશતા 8 ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં આવતાં તમામ લોકોનું થર્મલ સ્કેનીંગ કરીને જ પ્રવેશ આપવા દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.