Western Times News

Gujarati News

બનાસકાંઠા જીલ્લાના લાખાણીની નજીક આવેલા ફૂડા ગામે ઘરનો મોભી બન્યો શેતાન

પત્ની, બે પુત્રો પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેર પીધું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બનાસકાંઠા જીલ્લાના લાખાણીની નજીક આવેલા ફૂડા ગામે એક નરાધમ શખ્સે પત્ની, બે પુત્રો અને પુત્રીના તલવારથી ગળા કાપી નાંખી કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ચારની હત્યા કર્યા બાદ આ શખ્સે પોતે પણ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.

પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી અનુસાર આ સનસનીખેજ ઘટનાની વિગત એવી છે કે બનાસકાંઠા જીલ્લાના લાખાણી નજીક આવેલા નાના એવા ફૂડા ગામમાં રહેતા કરશન નામના શખ્સે ગઈરાતે તેની પત્ની, બે પુત્રો અને એક પુત્રીની તલવારના ઘા ઝીંકી ગળા કાપી નાંખી ક્રુર હત્યા કરતાં તથા આ ઘટનાએ ભારે ચકચાર ફેલાવી દીધી હતી. પરિવારના ચાર સભ્યોની હત્યા કર્યા બાદ કરશન નામના આ શખ્સે મળતી માહીતી અનુસાર આ શખ્સે પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કરશન હાલ સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત અત્યંત નાજુક છે.

મળતી માહીતી અનુસાર બનાસકાંઠા જીલ્લાના લાખાણી ગામે ખેતી કામ કરતાં કરશન તેની પત્ની બે પુત્રો અને એક પુત્રી રહેતા હતા. આ પરિવાર રૂ.ર૧ લાખની ઉઘરાણી બાબતે છેલ્લા કેટલાંક વખતથી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કોઈ વ્યÂક્ત પાસે કે અન્ય કોઈ બાબતે ચાલતી તકરારે ગઈકાલે રાતે વધુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. રૂપિયાના મામલે કરશનના દિમાગ પર ખુન્નસ સવાર થયુ હતુ. અને ગઈકાલે કરશને ઘરના પાછળના ભાગેથી તલવાર અને છરી લઈને ધસી આવ્યો હતો અને તેની પત્ની, બે પુત્રો અને તેની પુત્રીના ગળા કાપી કરપીણ હત્યા કરી હતી. પરિવારના ચારેય સભ્યોની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. દરમ્યાનમાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.