Western Times News

Gujarati News

ઘરમાં આગ લાગતા છ વર્ષનાં માસૂમ બાળકનું મોત

વડોદરા: વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામે એક દુખદ બનાવ બન્યો છે. કાચા મકાનમાં આગ લાગતા મકાનની અંદર રહેલા છ વર્ષના બાળકનું સળગી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ મકાન ખેતમજૂરનું હતું જે આખું બળીને ખાખ થઇ ગયું છે. મળતી માહિતી પ્રમાણે, વાઘોડિયાના તરસવા ગામે મંદિરવાળા ફળિયામાં રહેતા નિતિનભાઇ પરમાર પત્ની અને બે સંતાનો સાથે રહે છે. નિતિનભાઇ પત્ની સાથે સોમવારે સવારે પત્ની સાથે ખેતમજૂરી કરવા ગયા હતા.

તેમના બે પુત્રો ઘરમાં જ હતાં. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ અચાનક નિતિનભાઇના ઘરમાં આગ લાગી હતી. આસપાસના લોકોએ ધુમાડાના ગોટેગોટા જાેતા ભયભીત થઇ ગયા હતા અને આગ બુઝાવવા લાગ્યા હતા. આ દરમિયાન નિતિનભાઇનો એક પુત્ર ઘરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક છ વર્ષનો દીકરો ધ્રુમિલ આગની લપેટોમાં ફસાઇ ગયો હતો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. આ દુખદ ઘટનાને કારણે આખા ગામ અને પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે.

આ વાત વાયુવેગે આસપાસ ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. વાઘોડિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી પિતા સાથે બાઇક પર વાઘોડિયા તાલુકાના બોડિદરા ગામે રહેતા કાકાના ઘરે ધાર્મિક પ્રસંગે જઇ રહી હતી. ગત ૪ થી તારીખે રાતે પિતા પુત્રી બાઇક પર પરત ઘરે આવતા હતા. તે દરમિયાન સામેથી આવતા વાહનની લાઇટમાં પિતાની આંખો અંજાઇ જતા તેમણે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ બંને બાઇક પરથી નીચે પટકાયા હતા. પિતા પુત્રીને ઇજા થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.