ઘરમાં ઉંઘી રહેલા માતા-પુત્રને બદમાશોએ હથોડો મારી મોતને ઘાટ ઉતારી
પટણા, બિહારના બેગુસરાયમાં ઘરમાં સૂતા ગુનેગારોએ પતિ-પત્ની અને માતાને હથોડાથી ક્રૂરતાથી માર માર્યો હતો. આ ઘટનામાં માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ છે. ઘટના ચેરીયા બરીયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખંજાપુર ગામની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખંજાપુર ગામનો રહેવાસી ૪૦ વર્ષીય મુકેશ સિંહ તેની માતા આંગણવાડી સેવિકા ઉષા દેવી અને પત્ની રત્ના દેવી સાથે અર્ધ નિર્મિત કરેલા પાકા મકાનમાં સૂતો હતો. ત્યારબાદ મોડી રાત્રે ગુનેગારોએ માથામાં હથોડા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
આ ઘટનામાં મુકેશ સિંહ અને તેની માતા ઉષા દેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મુકેશ સિંહની પત્ની રત્ના દેવીને બેભાન અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ઘટનાની બાતમી મળતાં પોલીસ સ્થળ પર સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જો કે, ગુનેગારોએ આ બનાવ કેમ કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે, થોડા દિવસો પહેલા ગોતિયામાં મકાન બનાવતી વખતે મૃતક મુકેશ સિંહનો વિવાદ થયો હતો, પોલીસ તે એંગલ સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.