ઘરમાં ઘુસીને મહિલાના કપડા ઉતારી અશ્લીલ હરકત કરી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના બિનજવાબદાર નિવેદનની અસર હવે જાેવી મળી રહી છે ઇમરાનના રાજમાં અપરાધી પહેલા જ ભયમુક્ત ફરી રહ્યાં હતાં હવે જાહેરમાં અપરાધ પણ કરવા લાગ્યા છે ઇમરાન ખાને બળાત્કાર માટે મહિલાઓના કપડાઓને જવાબદાર ઠેરવ્યા હતાં હવે ઇસ્લામાબાદમાં કેટલાક લોકોએ ઘરમાં ધુસી મહિલાની સાથે અશ્લીલ હરકત કરી અને તેને કપડા ઉતારવા માટે મજબુર કરી હતી આ સાથે જ પુરૂષોને માર માર્યો હતો આ ઘટનાની વિડીયો સોશલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો ઇમરાનની ભારે ટીકા કરી રહ્યાં છે અને તેમને સવાલ પુછી રહ્યાં છે.
પાકિસ્તાનના અખબાર ડોને લખ્યું છે કે પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી ઉસ્માન મિર્ઝાની ધરપકડ કરી છે પરંતુ લોકોનું ગુસ્સો કાયમ છે. આ ઘટના માટે લોકો ઇમરાન ખાનને જવાબદાર ઠેરવી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર ઉસ્માન મિર્ઝા નામનો એક યુવત પોતાના કેટલાક સાથીઓની સાથે એક મહિલાના ઘરમાં ધુસ્યો હતો તેણે મહિલા અને તેના સાથીઓ સાથે મારપીટ કરી અને બંદુકની નોક પર મહિલાના કપડા ઉતારાયા હતાં તેણે બે મહીના પહેલા તે મહિલાની વીડિયો બનાવી હતી જેના દ્વારા તે તેને બ્લેકમેલ કરતો રહ્યો પરંતુ હવે પોલીસે તેની ધરપકડ કરી અને તેની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે.
સોશલ મીડિયા પર આ ઘટના સામે આવ્યા બાદ લોકો સરકાર અને પોલીસ વિરૂધ્ધ ભારે ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે.પાકિસ્તાનના કોમેડિયન અને રેપર અલી ગુલ પીરે ઇમરાન ખાન ટૈગ કરી લખ્યું તમે બળાત્કાર માટે મહિલાઓના કપડાને જવાબદાર ઠેંરવી રહ્યાં છો ઘરેલું હિસાના આરોપીઓને દંડિત કરનારા બિલોનો અસ્વીકાર કરી રહ્યાં છો અને બીજી તરફ અપરાધી મહિલાઓ પર બળાત્કાર કરે છે અને તેની વીડિયો બનાવે છે હવે પરિવર્તનનો સમય છે. જયારે ફરહાન ખાન નામના યુઝરે ટ્વીટ કર્યું કે વીડિયોને જાેઇ આશ્ચર્ય અને ભયભીત છું મારા પાસે તેની બાબતમાં ટ્વીટ કરનારૂ દિલ નથી મહેરબાની કરી વીડિયોને શેર ન કરો