Western Times News

Gujarati News

ઘરમાં ઘૂસી રીકવરી એજન્સીનાં કર્મીઓએ મારામારી કરી

ચાંદખેડામાં બનેલી ચોંકાવ ચાંદખેડામાં બનેલી ચોંકાવનારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં ખાનગી એજન્સીનાં કર્મીઓ બેફામ બન્યા  નારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં ખાનગી એજન્સીનાં કર્મીઓ બેફામ બન્યા

અમદાવાદ, વર્તમાન સમયમાં ધંધા અને રોજગારો ઠપ્પ થઈ ગયાં છે. હજારો નાગરીકો નોકરી-ધંધા વગરનાં બેઠાં છે. ઊપરાંત મંદીનાં કારણે બજાર પણ ડાઉન થઈ ગયાં છે. જેનાં કારણે વેપારી આલમથી લઈને સામાન્ય નાગરીકો સુધી બધાની હાલત કફોડી બની છે. બીજી તરફ મુશ્કેલ પરિસ્થિતિ નિવારવા માટે કેટલીક વખત નાગરીકો બેંકો તથા ફાયનાન્સ કંપનીઓમાંથી લોન લેતાં હોય છે. બાદમાં ધંધા પડી ભાંગતા લોનની ભરપાઈ કરી શકતાં નથી. જેથી બેંકો દ્વારા નિયુક્ત કરાયેલી રીકવરી એજન્સીનાં માણસો પઠાણી ઊઘરાણી કરતાં હોય છે. કેટલીક બાબત એજન્સીનાં માણસો ગેરકાયદેસર રસ્તા અપનાવીને પણ રૂપિયા વસુલવાનો ધંધો કરતાં હોય છે. આવી જ ફરીયાદ ચાંદખેડા પોલીસને મળી છે. જેમાં વગર નોટીસે ઘરમાં ઘુસી આવેલાં માણસો એક પરીવાર સાથે ઝપાઝપી કરતાં એક મહિલાને ઇજાઓ થઈ હતી. આ શખ્સો કેટલાંક મહિનાઓથી આ રીતે જ ઊઘરાણી કરીને ધમકીઓ આપતાં હતાં.

આ અંગેની વિગત એવી છે કે પ્રકાશભાઈ જૈન (આલ્ફા સ્કવેર, સત્યમેવ જયતે હોસ્પિટલની સામે, ચાંદખેડા) દિલ્હી દરવાજા ખાતે પોતાનો પ્રીન્ટીંગનો વ્યવસાય ધરાવતાં હતા. આજથી ચાર વર્ષ અગાઉ તેમણે શાહીબાગ ખાતે આવેલી કેપીટલ ફાયનાન્સમાંથી સાત લાખની પર્સનલ લોન લીધી હતી. જેમાંથી ચાર લાખ રૂપિયાની રકમ તેમણે ભરપાઈ કરી હતી. દરમિયાન ધંધો પડી ભાંગતા તેમની આવક બંધ થઈ હતી અને લોન ન ભરી શકતાં પ્રકાશભાઈ છેલ્લાં પાંચ છ મહિનાથી આસામ ખાતે રહેતાં હતાં.

દરમિયાન કેપીટલ ફાયનાન્સ બેંક તરપથી ઓમ સાંઈ સર્વિસનાં કુંજન પ્રવીણ વ્યાસ તથા પ્રકાશ મેણા દેસાઈ નામનાં શખ્સો અવાર નવાર ઊઘરાણી કરવા ઘરે આવતાં હતાં. પરંતુ રૂપિયાની સગવડ ન હોઈ પ્રકાશભાઈનો પુત્ર અમીત જૈન તેમને આપી શકતો નહતો. જેનાં કારણે કુંજન અને પ્રકાશ મનફાવે તેમ વર્તન કરતાં હતાં. દરમિયાન ગઈકાલે સવારે અમીત, તેની માતા અને નાનો ભાઈ અમન ઘરે હતા એ સમયે ફરીથી બંને ઘરમાં ઘૂસી આવ્યા હતાં અને તેમનાં પરીવાર સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી. જેમાં અમીતનાં માતાને ધક્કો વાગતાં માથા તથા હાથમાં ઇજાઓ થઈ હતી. આ અંગે અમિતે ચાંદખેડા પોલીસમાં ફરીયાદ કરી હતી. જેમાં કોઈપણ નોટીસ બતાવ્યા વગર જ બંને શખ્સો ઘરમાં ઘુસી આવી પોતાનાં પરીવાર સાથે ગેરવર્તણૂક કરવાનાં આક્ષેપ કર્યા હતાં. ચાંદખેડા પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ રીકવરી એજન્સીનાં કર્મચારીઓ વિરૂદ્ધ ગેરવર્તણૂક કરવાનાં તથા ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસવાનો, વસ્તુઓ ઉઠાવી જવાની ફરીયાદો સામે આવી છે. અમદાવાદ શહેરમાં એક બાજુ વ્યાજખોરોનો પણ ત્રાસ વધી ગયો છે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં વ્યાજે લીધેલા રૂ.પ૦ હજારનું પાંચ વર્ષ સુધી વ્યાજ ચુકવ્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેનાથી કંટાળી ભોગ બનેલા નાગરિકે બે વ્યાજખોરો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.