ઘરમાં નોકર ન હોઈ કોહલી મહેમાનને ભોજન પીરસે છે
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અનેકવાર મેદાન પર પોતાના આક્રમક વલણના કારણે અભિમાની વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. જાેકે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર રહી ચૂકેલા સરનદીપ સિંહએ વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માના વ્યવહારને લઈ ઘણા ખુલાસા કર્યા છે. સરનદીપ સિંહે ખુલાસો કર્યો છે કે આ કપલના મુંબઈવાળા ઘરમાં કોઈ નોકર નથી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આતિથ્યને લઈ સરનદીપ સિંહે વિરાટ અને અનુષ્કાના પેટ ભરીને વખાણ કર્યા છે. તેઓએ જણાવ્યું કે વિરાટ અને અનુષ્કા પોતાના મહેમાનોને જાતે ભોજન પીરસવાનું પસંદ કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે વિરાટ હંમેશા આઉટિંગ, વાતચીત કે કેટલોક ક્વોલિટી સમય પસાર કરવા માટે તૈયાર રહે છે.
તમે વિરાટ કોહલીની જેવી કદના વ્યક્તિ પાસેથી આનાથી વધુ શું આશા રાખી શકો છો. સરનદીપ સિંહે સ્પોર્ટ્સકીડાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વિરાટ-અનુષ્કાના ઘરમાં કોઈ નોકર નથી. વિરાટ અને અનુષ્કા જ તમામ લોકોને ભોજન પીરસે છે. તમારે બીજું શું જાેઈએ? વિરાટ હંમેશા આપની પાસે બેસે છે. આપની સાથે વાત કરે છે. તે આપની સાથે ડિનર માટે બહાર જાય છે. તમામ બીજા ખેલાડીઓ તેનું ખૂબ સન્માન કરે છે.
તે ઘણો ડાઉન ટૂ અર્થ અને મજબૂત ઇચ્છાશક્તિવાળો છે. સરનદીપ સિંહે વધુમાં કહ્યું કે, મેદાન પર પોતાના પ્રદર્શનના કારણે લોકોને વિરાટ કોહલી વિશે ખોટી ધારણા ન ઊભી કરવી જાેઈએ, કારણ કે તે સમયે ભારતીય ટીમની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવેલો હોય છે. એવામાં તેનું આક્રમક હોવું વ્યાજબી છે, પરંતુ મેદાનની બહાર તે ઘણો નરમ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મેદાન પર આક્રમક રહેનાર વિરાટ કોહલી સિલેક્શન મીટિંગો દરમિયાન ઘણો વિનમ્ર હોય છે. તે હંમેશા દરેક વ્યક્તિની વાત સાંભળે છે અને પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે. વિરાટ કોહલી ખૂબ ધ્યાનથી આપને સાંભળે છે. તે એક ખૂબ સારો શ્રોતા છે.