ઘરમાં પાણી નહીં આવતાં અમિતાભ બચ્ચન મૂંઝાયા
મુંબઈ, ભારતમાં લાખો લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમતા હશે પણ હવે તો બોલીવૂડના મેગા સ્ટાર બીગ બી પણ તેમાંથી બાકાત નથી રહ્યા.
અમિતાભ બચ્ચનના ઘરમાં આજે પાણી આવ્યુ નહોતુ. ખુદ બીગ બીએ આ વાત સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતા લખ્યુ હતુ કે, આજે સવારે ૬ વાગ્યે હું ઉઠયો તો ઘરમાં પાણી આવી રહ્યુ નહોતુ. મારે કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં જવાનુ હતુ પણ હું જ્યારે ઉઠયો ત્યારે ઘરમાં પાણી આવતુ નહોતુ. આ વાત હું એવુ વિચારીને શેર કરી રહ્યો છું કે, જ્યાં સુધી પાણી આવી જાય ત્યાં સુધી હું તમારી સાથે થોડો સમય પસાર કરી લઉં. એ પછી સીધો શૂટિંગ માટે નીકળી જઈશ અને વેનેટી વેનમાં જ તૈયાર થઈ જઈશ.
બચ્ચને પોતાના ચાહકો માટે માફી માંગતા કહ્યુ હતુ કે, મેં તમને મારા ઘરની સમસ્યામાં સામેલ કર્યા તે માટે તમારી માફી માંગુ છું. આજનો દિવસ તકલીફોથી ભરેલો હતો. બીગ બી હાલમાં કેબીસીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેમની ચહેરે ફિલ્મ પણ રજૂ થઈ છે. આજે પણ તેઓ શૂટિંગમાં સવારથી સાંજ વ્યસ્ત રહે છે. આગામી સમયમાં તેમની ચાર થી પાંચ મોટી ફિલ્મો રિલિઝ થવાની છે.SSS