ઘરમાં બેસી દારૂ પીવા મામલે હાઈકોર્ટમાં રજુઆત
‘અન્ય રાજ્યોમાં જે બનાવો બને તે અહી દારૂબંધીમાં પણ બને છે’
અમદાવાદ:રાજ્યમાં ઘરે બેસીને દારૂ પીવાની છૂટ આપવા હાઈકોર્ટમાં થયેલી અરજીમાં આજે એવી રજુઆત કરી હતી કે અન્ય રાજ્યોમાં દારૂની છૂટ હોવા છતાં એ રાજ્યોમાં બનતા બનાવો અહીં દારૂબંધીના કાયદા હેઠળ પણ બને છે.
તેથી ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવી જાઈએ. બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં આવે તો પરમીટ સાથે તેમને દારૂ પીરસવાની અને પીવાની છૂટ મળે છે. પરંતુ આપણા રાજ્યોના લોકોને ઘરમાં બેસીને પણ દારૂ પીવાની છૂટ અપાતી નથી તે ભેદભાવ અયોગ્ય છે. આ કેસમાં જુનિયર કાઉન્સીલ ગેરહાજર હોવાથી કોર્ટે વધુ સુનાવણી માર્ચ મહિના પર મુલત્વી રાખી છે.