ઘરમાં સુઈ રહેલી મહિલાનું શંકાસ્પદ મોતઃ પોલીસ તપાસ
ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રહેનારી મહિલાનું સંદિગ્ધ મોત થઈ ગયું. મોતના કારણને લઈ પરિજનોએ જે તર્ક આપ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે. મહિલા સાવિત્રી બાઈને ગંભીર અવસ્થામાં ગત સોમવારની રાત્રે તેના પતિએ એમવાય હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.
મળતી માહિતી મુજબ મહિલાના પતિ લીલાધર કોઈ કામથી સિમરોલ ગયા હતા, ત્યારે તેના ઘરેથી ફોન આવ્યો કે સાવિત્રી બાઈની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તે તાત્કાલિક ઘરે પહોંચ્યા તો તેમણે સાવિત્રીને પથારીમાં સૂતેલી જાેઈ. નજીકમાં કીટનાશકની બોટલ પડેલી હતી. લીલાધરના જણાવ્યા મુજબ, પાક પર છંટકાવ માટે ઉપયોગમાં લેવાતા કીટનાશકની બોટલ તેઓ પોતે લઈને આવ્યા હતા અને રૂમના કબાટની ઉપરની તરફ મૂકી હતી. તેમના ઘરમાં ઉંદરોનો ખૂબ જ ત્રાસ છે.
આ કારણે દવાઈ ઉપર મૂકી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉપરથી ઉંદરોએ બોટલ નીચે પાડી હશે, કારણ કે મહિલા હંમેશા તે સ્થળે સૂતી હતી અને સામાન્ય દિવસની જેમ સૂઈ હશે. ઉપરથી બોટલ પડવાના કારણે કીટનાશક તેના મોંમાં જતું રહ્યું અને ધીમે-ધીમે તેની હાલત બગડી ગઈ.
સાવિત્રી બાઈના પરિજનોએ તેણે આત્મહત્યા કરી હોવાની આશંકાને નકારી કાઢી છે. પોલીસ પણ હાલ તેને માત્ર દુર્ઘટના માનીને મામલાની તપાસ કરી રહી છે. જાેકે પોલીસ હાલ પીએમ રિપોર્ટની રાહ જાેઈ રહી છે.
તેના આધારે જ ટેકનીકલ રીતે તપાસમાં તથ્ય સામે આવશે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નાજુક સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. લાશને પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપવામાં આવી છે. પીએમ રિપોર્ટના આધાર પર મામલામાં તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે પથારી અને બોટલ પણ તપાસમાં લીધા છે.