ઘરમાં 10 ડિવાઇઝને એકસાથે ઇન્ટરનેટ સાથે જોડી શકાય તેવું આ “વી માઇફાઇ”
વીએ સંપૂર્ણ પરિવાર માટે હાઈ સ્પીડ કનેક્ટિવિટી સોલ્યુશન વી માઇફાઇ પ્રસ્તુત કર્યું
આ સુપરફાસ્ટ ઇન્ટરનેટ ડિવાઇઝ – વી માઇફાઇ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ વાઇફાઇ-સક્ષમ 10 ડિવાઇઝને એકસાથે ઇન્ટરનેટની સુવિધા આપી શકે છે
મુખ્ય ખાસિયતો:
· સ્લીક, લાઇટવેઇટ પોર્ટેબ્લ વાઇફાઇ રાઉટર
· એકસાથે 10 ડિવાઇઝને ઇન્ટરનેટ સેવા આપી શકે છે
· 150mbps સુધી ડાઉનલોડ સ્પીડ સુધી સપોર્ટ કરે છે
· 2700 mAh લિ-આયન બેટરી
મુંબઈ, ભારતની અગ્રણી ટેલીકોમ બ્રાન્ડ વીએ વી ફેમિલી પ્લાન્સ અને વ્યક્તિગત પોસ્ટપેઇડ પ્લાન્સ પર એના ગ્રાહકો માટે વી માઇફાઇ સોલ્યુશન પ્રસ્તુત કર્યું છે. વી માઇફાઇ એક પોકેટ-સાઇઝ 4જી રાઉટર છે, જે વિશ્વસનિય, ઊંચી સ્પીડ અને એકથી વધારે ઉપકરણો માટે સુરક્ષિત જોડાણ પૂરું પાડશે,
તો કોઈ પણ જગ્યાએ જોડાયેલા રહેવા ઇચ્છતાં વ્યક્તિઓ માટે આદર્શ બની રહેશે. વી માઇફાઇ 150 એમબીપીએસ સુધીની સુપરફાસ્ટ સ્પીડને સપોર્ટ કરશે અને યુઝર્સને મોબાઇલ, સ્માર્ટ ટીવી, લેપ્ટોપ, ટેબ્લેટ, સીસીટીવી, સ્માર્ટ સ્પીકર વગેરે જેવા 10 વાઇફાઇ-અનેબલ્ડ ઉપકરણો સાથે સુરક્ષિત રીતે જોડાવા માટે સક્ષમ બનાવશે.
અત્યારે ગ્રાહકો અગાઉ કરતાં વધારે, વિવિધ ઉદ્દેશો માટે અને એકથી વધારે ઉપકરણો માટે ઇન્ટરનેટની સુલભતા મેળવે છે. આ ઉપકરણોનો બહોળો ઉપયોગ થઈ રહ્યો હોવાથી સતત સાતત્યપૂર્ણ ડિજિટલ જોડાણની જરૂર છે.
ઊંચી સ્પીડ અને સુરક્ષિત ઇન્ટરનેટ સુલભતા સાથે વી માઇફાઇ ઉપભોક્તાઓ માટે ઉપયોગી ખાસિયત છે, પછી એ “કોઈ પણ જગ્યાએથી કામ કરવા” માટે હોય કે વપરાશની કન્ટેન્ટ હોય કે ઓનલાઇન વર્ગોમાં સામેલ થવાનું હોય.
સ્લીક અને લાઇટવેઇટ વી માઇફાઇ ઇનબિલ્ટ 2700 mAh રિચાર્જેબલ બેટરી ધરાવે છે, જે સિંગલ ચાર્જ પર 5 કલાક સુધી સતત જોડાણ પ્રદાન કરી શકે છે.
યુઝર્સ રૂ. 2,000 (કરવેરા સહિત)ની કિંમત ધરાવતું વી માઇફાઇ ડિવાઇઝની ખરીદી વી ફેમિલી પોસ્ટપેઇડ પ્લાન સાથે એડ-ઓન કનેક્શન તરીકે કરી શકે છે. આ તેને પરિવારો માટે વિશિષ્ટ રીતે લાભદાયક બનાવે છે, જેઓ વી ફેમિલી પ્લાન્સની અંદર મેમ્બર્સ ઉમેરવાની સાથે માઇફાઇ ઉમેરી શકે છે અને તમામ નંબરો માટે સિંગલ બિલની સુવિધા મેળવી શકે છે. વી માઇફાઇ રૂ. 399થી શરૂ થતા વ્યક્તિગત પોસ્ટપેઇડ પ્લાન સાથે ઉપલબ્ધ છે. વી માઇફાઇ 60 શહેરોમાં પસંદગીના વી સ્ટોરમાં ઉપલબ્ધ છે.