ઘરાકીના અભાવે ધંધા-પાણી મુશ્કેલીમાં : વેેપારીઓએ કરકસરનો માર્ગ અપનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: કોરોનો અનેક લોકોના ધંધા-પાણી ચોપટ કરી નાંખ્યા છે. ગઈકાલ સુધી દુકાનો મોલ્સ ગ્રાહકોથી ભર્યા-ભર્યા લાગતા હતા. ત્યાં દિવસમાં બે-પાંચ ધરાક માંડ આવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે ફિલ્મનું ગીત યાદ આવી જાય છે.‘કલ જહાં બસ્તીથી ખુશિયાૅ, આજ હૈ માતમ વહાં’ અનલોકમાં બધુ ખુલી ગયુ છે. વ્યવહારો શરૂ થયા છે.
પરંતુ પબ્લિક માટેે જાણેે કે હજુ લોકડાઉન ચાલુ છે લોકો બેમહિના કામ-ધંધા વિનાના રહ્યા. આવક થઈ નથી. પગાર મળ્યા નથી અને મળ્યા તો તેમાંય કાપ સાથે મળ્યા. માલિકોના આવકના દ્વારા બંધ થતા તેની અસર સાર્વત્રિક રીતે જાેવા મળી રહી છે. લોકડા.ન અને ત્યારપછી અનલોકમાં પણ સ્થિતિમાં જાેઈએ એટલો સુંધારો થયો નથી. આવક નહીં હોવાથી લોકો ધીમેધીમે બચતના પૈસા વાપરી રહ્યા છે. બેંકોમાંથી ઉપાડ કરી રહ્યા છે. તો ક્યાંક ઉધારી થઈ રહી છે.
અમદાવાદ શહેરમાં વેપારીઓની હાલત કફોડી છે. કમાવાની સિઝન લોકડાઉનમાં જતી રહી. હવેે કોરોનાને અને વરસાદી સિઝનને કારણે ગ્રાહકો આવતા નથી. ગામડાઓમાંથી જે કઈ ધરાકી નીકળતી હતી તેના પર તો અત્યાર સુધીમાં પૂર્ણ વિમામ મુકાઈ ગયુ છે. ઓગષ્ટ સપ્ટેમ્બરમાં તહેવારો અને ડીસ્કાઉન્ટ સેલની મોસમમાં ધરાકી થશે કે કેમ?
તેને લઈને વેપારીઓ ચિંતીત છે. સ્ટાફનો પગાર પરચુરણ ખર્ચા, લાઈટબિલ આ બધુ ધરાકો વગર સ્વખર્ચ ઉપાડવું પડી રહ્યુ છે. ધધા-પાણી બંધ તો થાય નહી? તો કરવું શું? પરિણામે વેપારીઓએ હાલ પુરતો કરકસરનો માર્ગ અપનાવ્યો છે. જરૂર ન હોય તો વીજળી ચાલુ રાખવી નહીં. પંખા-લાઈટ બંધ રહેશે તો એટલું બીલ ઓછું આવશે. એવી જ રીતે ચા-પાણી નાસતાના ખર્ચાઓ પર કાપ મુકી દેવામાં આવી રહ્યો છે. દિવસમાં પાંખ વખત ચા-કોફીની જગ્યાએ બપોરના કે સાંજના સમયે જ ચા-કોફી મંગાવવામાં આવી રહી છે.
નાના-મધ્યમ કક્ષાના વેપારીઓએ તો કરકસરની શરૂઆત કરી દીધી છે. મોટા મોટા શો રૂમના માલિકો આ બધુ કરી શકે તેમ નહી હોવાથી તેમણે તો અમુક સ્ટેટસ જાળવવું પડ છે તેમ છતાં મોટા શો રૂમવાળા પણ જ્યાં ખર્ચાઓમાં કાપ મુકી શકાતો હોય તેવા બિનજરૂરી અને બિનઉત્પાદકીય ખર્ચાઓને ટાળી રહ્યા છે. જ્યાં સુધી માર્કેેટ ચેતનવંતુ ન થાય અને ગ્રાહકો આવે નહીં ત્યાં સુધી તો કરકસરના પગલાં શ્રેષ્ઠ છે એવું વેપારીઓ માનીને ચાલી રહ્યા છે. તેમાં ખોટું પણ નથી. અનેક લોકો જરૂરી ન હોય એવા ખર્ચાઓ ટાળી રહ્યા છે.
અગર તો કાપ મુકી રહ્યા છે. પિત્ઝા-બર્ગર, ખાનારી આજની યુવાપેઢીએ પણ કોરોનાના ડરને કારણે ખર્ચાઓ પર કાપ મુકી દીધો છે. ઓનલાઈન ઓર્ડર પણ ઘટી ગયા છે.જ્યાં રૂપિયો વાપરવામાં આવતો હતો ત્યાં આજે રપ પૈસાથી કામ મળતું હોય તો લોકો ચલાવી રહ્યા છે. કરકસર એે બચતનો શ્રેષ્ઠ માર્ગ છે. તેનો ખ્યાલ કોરોનાકાળમાં કામ ધંધા બંધ રહેતા લોકોને આવ્યો છે. હજુ આગામી દિવસોમાં કોરોનાની વેકસીન નહીં શોધાય ત્યાં સુધી સ્થિતિમાં કોઈ જ સુધારો આવશે નહીં એમ બજાર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.