ઘરેથી ભાગેલી કિશોરીને રેલ્વેએ પરિવારજનોને સુરક્ષિત સોંપી
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિજનના ચેકિંગ સ્ટાફની સુજબૂજ અને સમજથી રેલ્વેએ ટિકિટ વિના મુસાફરી કરી રહેલી કિશોરીને તેના પરિવારને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી.
ડિવિજનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે ટ્રેન નંબર 09202 ગુજરાત મેઇલ એક્સપ્રેસના ટ્રેન કંડક્ટર શ્રી નરેન્દ્ર મક્કડ જ્યારે મુસાફરોની ટિકટ તપાસી રહ્યા હતા ત્યારે તેમણે થર્ડ એસી કોચમાં કિશોરીની પૂછપરછ કરી હતી ત્યારે તે મુસાફરોની ટિકિટ ન હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરીએ સ્ટાફને કહ્યું કે તે કહ્યા વિના તેના ઘરેથી મુંબઈ જઇ રહી હતી.
શ્રી મક્કડે અમદાવાદ અને વડોદરા કંટ્રોલને જાણ કરી હતી અને વડોદરા રેલ્વે સ્ટેશન પર આ યુવતીને આરપીએફ સબ ઇન્સ્પેક્ટર મોનિકા માલવીયાને સોંપી હતી. બાદમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સે કિશોરના પરિવાર સાથે સંપર્ક સાધ્યો હતો અને અમદાવાદથી વડોદરા બોલાવીને કિશોરીને સોંપી હતી. જાગૃત રેલ્વે કર્મચારીઓની ફરજ પર ખુશી વ્યક્ત કરતાં ડીઆરએમ શ્રી ઝાએ તેમનું સન્માન કરવાની જાહેરાત કરી હતી.