ઘરેથી મિત્રને મળવા જઈ રહ્યો છું એમ કહીને જનાર યુવકની હોટલમાં લાશ મળી
યુવકે હોટલના સ્ટાફને સવારે છ વાગ્યે ઉઠાડવાનું કહ્યું હતું
રૂમ અંદરથી બંધ હોવાથી આ આત્મહત્યા હોવાનું પોલીસ કહી રહી છે, પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી
નવી દિલ્હી, દિલ્હીના પહાડગંજ (પહારગંજ સેન્ટ્રલ દિલ્હી) વિસ્તારમાં એક ૨૫ વર્ષીય યુવક હોટલના રૂમની છત પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના ગુરુવારે સવારે પીકે હોટલમાં બની હતી. રૂમ અંદરથી બંધ હોવાથી આ આત્મહત્યા હોવાનું પોલીસ કહી રહી છે. પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
એજન્સી અનુસાર, મૃતકની ઓળખ મોહમ્મદ કાસિમ તરીકે થઈ છે, જે પૂર્વ દિલ્હીના ઈન્દિરા વિહાર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. કાસિમના પિતા પ્લાસ્ટિક પાઇપ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર કાસિમે બુધવારે તેના પરિવારને કહ્યું હતું કે તે તેના મિત્રને મળવા જઈ રહ્યો છે, પરંતુ તે હોટલ પહોંચી ગયો.
તે રૂમમાં જ રહ્યો અને હોટલના સ્ટાફને સવારે ૬ વાગ્યે તેને જગાડવા કહ્યું.પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે હોટેલ સ્ટાફ બીજા દિવસે સવારે કાસિમને જગાડવા ગયો ત્યારે અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી હોટલ મેનેજમેન્ટે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
જ્યારે પોલીસે હોટલના રૂમનો ગેટ તોડ્યો તો અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. યુવકની લાશ રૂમમાં લટકતી હતી. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવી મામલાની તપાસ શરૂ કરી છે. આ સાથે યુવકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.ss1